કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા, જિલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા સહિતનાઓની વિશેષ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
ગીર સોમનાથમાં અરબી સમુદ્રના કિનારા પર આવેલ વેરાવળનાં આદ્રી ગામે “દધીચી ઋષિ”ની તપોભૂમિ માં “માતા મહાકાળી” ના મંદિર પાસે 21મો સમૂહ લગ્નઉત્સવ યોજાયો હતો.જેમા 35 નવદંપતી ઓ એ પ્રભૂતા મા પગલા પાડ્યા હતા. આ પ્રસંગે કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા તેમજ જીલ્લા કલેકટર દીગ્વીજય સિંહ જાડેજા સહીત અનેક આગેવાનો એ ઊપસ્થીત રહી નવ દંપતી ઓ ને શૂભકામના પાઠવી હતી. આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે અહીં કોઈ સાવ ગરીબ કે સામાન્ય પરિવાર જ નહીં પરંતુ શિક્ષિત દીકરા દીકરીઓ આ તપો ભૂમિમાં લગ્નગ્રંથિથી જોડાઈ અને ધન્યતા અનુભવે છે. ગામના 500 થી વધુ યુવાનો સ્વયંસેવક બને છે. અને આખું ગામ પોતાનો દીકરો કે દીકરી પરણતા હોય એવા ઉત્સાહથી આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાય છે..
- Advertisement -
વેરાવળ ના આદ્રી ગામે 21 મો આહિર સમાજનો સમુહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં સમૂદ્ર કિનારા નજીક “દધીચી ઋષિ”ની તપોભૂમિ અને “મહાકાળી માતાજી” ના મંદિરના સાનિધ્યમાં 35 નવદંપતીએ મંગળફેરા ફર્યા હતા. જેમાં મોટાભાગના દંપતિઓ શિક્ષિત અને સરકારી નોકરીઓ કરતા હોય તેવા દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્ન માં જોડાય અને પોતાને ધન્ય સમજે છે. આ ગામમાં માં આહીર સમાજ વસે છે. અને એક સંપ વાળા આ ગામમાં સૌ તન, મન અને ધન થી આ સમૂહ લગ્નમાં સહયોગ આપે છે. તો આદ્રી ગામમાં વિશાળ ગૌશાળા છે.અને ગૌસેવા માં પણ આ ગામ મોખરે છે. ગામના પથ દર્શક એવા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ બીજ નિગમના ચેરમેન અને ભાજપ ના અગ્રણી રાજસીભાઈ જોટવાના માર્ગદર્શન નીચે 500 જેટલા યુવાનો ની એક ટીમ સમુહ લગ્ન ઊત્સવ ને સફળતાપૂર્વક સંપન્ન કરાવે છે.આ સમૂહ લગ્ન ના પ્રણેતા રાજશીભાઈ જોટવા એ જણાવ્યું હતું કે જ્યારે અહીં દરેક આહીર સમાજના દીકરા દીકરીઓ એક સાથે પ્રભુતામાં પગલાં માંડે છે તે દરેક દીકરીઓને કરિયાવરમાં ઘર વપરાશની દરેક વસ્તુઓ ભેટ તરીકે અપાય છે. ત્યારે દરેક આહીર સમાજના ભાઈ બહેનો એક સાથે બેસી અને ભોજન કરે છે. જેનું ગૌરવ અમારું આદ્રી ગામ લઈ રહેલ છે. અને આ પ્રેરણાથી આસપાસના અનેક ગામો પણ આવા સમૂહ લગ્નો શરૂ થયા છે. તેવા દરેક આયોજકોને પણ હું અભિનંદન આપું છું. સમૂહ લગ્ન એ આજના સમયની માંગ અને જરૂરિયાત છે.
અહીં અમીરી ગરીબીને કોઈ સ્થાન નથી
અહીં અમીરી ગરીબીને કોઈ સ્થાન નથી. સૌ સુખી પરિવારો છે. પરંતુ આજના દેખાદેખી ના જમાનામાં ઘર આંગણે પુત્ર કે પુત્રીના લગ્ન કરાવવામાં ભારે માત્રામાં ખર્ચ અને સમયનો પણ વ્યય થાય છે. ત્યારે સમય સાથે સૌએ ચાલવું એ સમયની માંગ છે. સમૂહ લગ્ન એ આજના સમયની માંગ અને જરૂરિયાત છે. રાજશી જોટવા આયોજક આદ્રી સમૂહ લગ્નોત્સવ, પૂર્વ ધારાસભ્ય