ખાસ-ખબર સંવાદદાતા
ચોક્સી આર્ટ્સ અને કોમર્સ કોલેજ વેરાવળ એનએસએસ યુનિટના સ્વયં સેવિકા મારૂ માલીબેન રામાભાઇની 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ તા.12 થી 16 જાન્યુઆરી હુબલી(ધારવાડ) કર્ણાટક ખાતે ભાગ લેવા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાંથી પસંદગી પામેલ તેમજ એનએસએસ યુનિટના સ્વયં સેવિકા અપારનાથી નંદિની ઘનશ્યામગીરીની સ્ટેટ રિપબ્લિક ડે પરેડ માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામેલ જેઓ તા. 15 થી 26 દરમ્યાન રાજ્ય કક્ષાની પરેડ માટે બોટાદ ખાતે ભાગ લેશે તદુપરાંત રમતગમત,યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્રારા આયોજીત 37મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા ગિરનાર જુનાગઢમાં કોલેજના વિધાર્થી પરમાર રાહુલ બાબુભાઇ પાંચમુ સ્થાન પ્રાપ્ત કરી નેશનલ આરોહણ અવરોહણ સ્પર્ધા માટે પસંદગી પામી ચોક્સી કોલેજ વેરાવળનું ગૌરવ વધારેલ તે બદલ ત્રણે વિધાર્થીઓને સોમનાથ એજ્યુકેશન સોસાયટી વેરાવળના ટ્રસ્ટીગણ, હોદેદારશ્રીઓ, આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વેરાવળનાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય યુવા મહોત્સવ અને રાજ્ય કક્ષાની પરેડમાં સિલેક્ટ થતાં સન્માન
