તમામને વેરાવળ હોસ્પિટલે સારવામાં ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
હાઇવે પર ગોરખમઢી-સુંદરપરા પાટીયા પાસે વેરાવળ-સાવરકુંડલા રૂટની એસટી બસ નં.જી.જે.18 ઝેડ-5399 અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા પ્રવિણભાઇ ઝણકાટ (ઉ.વ.23), હર્ષદભાઇ નિરજભાઇ ચાંડપા, લાભુબેન કરશનભાઇ ઝાલા, મહેશભાઇ જગાભાઇ સોલંકી, પ્રતિકભાઇ ભરતભાઇ દેવળીયાને ગંભીર ઇજા પહોંચી હતી. જયારે વર્ષાબેન મહેશભાઇ સોલંકી, પુનિબેન હિંમતભાઇ ડાભી, નયનાબેન શંકરભાઇ કલાસવા અને અશોકભાઇ ઉકાભાઇ પરમારને સામાન્ય ઇજા થઇ હતી. આ અકસ્માતના બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને વેરાવળ અને સુત્રાપાડાની 108 વાન દ્વારા વેરાવળ સિવીલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.