ડીઝલ સબસિડી સહિત અનેક મુદ્દાઓ માછીમાર આગેવાનોએ ઉઠાવ્યા: યોગ્ય ઘટતું કરવાની મંત્રી અને સચિવની ખાતરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ સાગરપૂત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ હોદેદારો તથા અન્ય આગેવાનો દ્વારા માછીમારોનાં વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર મત્સ્યોદ્યોગ મંત્રી અને સચિવ સાથે ખારવા સમાજ હોદેદારો ની બેઠકમાં રજૂઆતો કરતા યોગ્ય ઘટતું કરવાની મંત્રી અને સચિવએ ખાતરી આપી હતી.
- Advertisement -
વેરાવળ ખારવા સંયુક્ત માચ્છીમાર બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન), વેરાવળનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલનાં જણાવ્યા અનુસાર માછીમારોનાં વિવિધ પડતર પ્રશ્નો જેવા કે, ફીશીંગ બોટોના વપરાશ અર્થે ખરીદ કરાયેલ ડીઝલ ઉપર લીટરદીઠ રૂમ. 3.67 પૈસા + વેટ મળીને અંદાજે રૂા. 4/- નાં ડીસ્કાઉન્ટનો લાભ સીધો માછીમારોને આપવાની બાબત, બોટો માટે ખરીદ કરેલ ડીઝલ ઉપરની બાકી નીકળતી વેટની રકમ ચુકવવા અંગે, વેરાવળ બંદરે ચાલતા ફેસ-ર નાં સુધારા વધારાનાં કામો મંજૂર કરવા, ફીશીંગની આગામી સીઝન શરૂ થવાનાં આઠ દિવસ પહેલા સ્થાનિક ક્ધઝયુમર પંપો દવારા ડીઝલનું વિતરણ શરૂ કરવા, ઘઇખ ફાઈબર હોડીઓનાં વપરાશ અર્થે ખરીદ કરેલ કેરોસીન/પેટ્રોલ ઉપરની ચુકવવાની બાકી રહેતી સબસીડીની રકમ ચુકવવા અંગે, તેમજ પેટ્રોલના કવોટામાં વધારો કરવા અંગે, ઘઇખ હોડીધારકોને નવી ફીશીંગની સીઝન 15 દિવસ લેઈટ શરૂ કરવાના નિર્ણયમાંથી મુકિત આપવા તથા માચ્છીમાર સમાજની દિકરીઓને સમુહલગ્નમાં લગ્ન કરનાર દિકરીઓને જીએફસીસીએલી., ઘ્વારા પ્રત્યેક દિકરીને રૂમ. 11000/- ચુકવવામાં આવતા હતા જે રકમ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચુકવવાની બાકી છે તે રકમ ચુકવવા સહિતનાં અમારા માછીમારોના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે ગાંધીનગર મુકામે રાઘવજીભાઈ પટેલ સાહેબ, મત્સ્યોધોગ મંત્રી મત્સ્યોધોગ ખાતાનાં સચિવ, કમિશ્નર ઓફ ફીશરીઝ, ચેરમેન, જીએફસીસીએલી., તથા મેનેજીંગ ડીરેકટર, જીએફસીસીએલી. સાથે વેરાવળ બંદરની વિવિધ માછીમાર સંસ્થાઓનાં પદાધિકારીઓ ધ્વારા તા. 4/8/202પ નાં રોજ રૂબરૂ મીટીંગ કરેલ. આ મીટીંગમાં ઉપસ્થિત માછીમાર આગેવાનો ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશો. ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, ઉપપ્રમુખ પ્રવિણભાઈ સુયાણી, ઉપપ્રમુખ, દિનેશભાઈ વધાવી, લોધી જ્ઞાતિના પટેલ બાબુભાઈ ખીમજી ગોહેલ, ભીડીયા ખારવા બોટ એશો. નાં પ્રમુખ રમેશભાઈ ડાલકી, પૂર્વપ્રમુખ, ગણેશભાઈ દરી, ઉપપ્રમુખ પ્રવિણભાઈ ગોહેલ, ભીડીયા કોળી બોટ એશો., નાં પ્રમુખ મનોજભાઈ સોલંકી, પૂર્વપ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, તથા ભીડીયા હોળી એશો. ના પ્રમુખ દિલીપભાઈ સોલંકી, ઉપસ્થિત રહયા હતા.
માચ્છીમારોનાં ઉપરોકત તમામ પ્રશ્નો પરત્વે માનનીય મંત્રી દવારા તાત્કાલિક યોગ્ય ઘટતું કરવાની ખાત્રી આપવામાં આવેલ છે. આમ, માન. મત્સ્યોધોગ મંત્રી દ્વારા આ મીટીંગમાં સહકારભર્યું વલખ દાખવીને મોટાભાગના પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે સુખદ નિરાકરણ લાવવાની ચોકકસ ખાત્રી આપવામાં આવેલ છે.