ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લોમાં ભગવાન ભોળાનાથનું પ્રથમ જ્યોર્તિલિંગ આવેલ છે વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ભોળાનાથ ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે જયારે દૂર દૂર થી આવતા મુસાફરો ને વધુમાં વધુ સુવિધા મળે તે માટે રેલવે દ્વારા સોમનાથ રેલવે સ્ટેશન બાદ હવે વેરાવળ રેલવે સ્ટેશન ની પણ કરોડોના ખર્ચે કાયા પલટ કરવામાં આવશે વધુ સુવિધા ઉભી કરવામાં આવશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર મંડળના 17 રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે પુન: વિકસિત કરવામાં આવશે જેમાં લાઈટિંગ, પરિભ્રમણ વિસ્તારો અને સુધારેલ પાર્કિંગની જગ્યાઓ સાથે ઇકો ફ્રેન્ડલી ઇમારતો વગેરેનો સમાવેશ થાય છે.વેરાવળ રેલ્વે સ્ટેશનને પણ 9.99 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.