ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
ગીર સોમનાથ જીલ્લામાં કોઈ સાથે નાણાકિય ફ્રોડ ન થાય અને સાયબર ફ્રોડના બનાવો અંગે લોકોમાં જાગૃતતા લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ આવા ફ્રોડના બનાવો આચરનાર ઇસમો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગૌસ્વામી નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં બનતા સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ થવા સારૂ પોતાની સીધી દેખરેખ હેઠળ એક ટીમ કામ કરી રહેલ છે. જે અનુસંધાને અત્રે પો.સ્ટે. ખાતે એન.સી.સી.આર.પી.પોર્ટલના માધ્યમથી આવેલ તા.01/01/2024 થી તા.31/12/2024 સુધીની અરજીના અરજદાર સાથે ઓનલાઇન પૈસાનુ ઇન્વેસ્ટમેન્ટ, કસ્ટમર કેર કોલ, ક્રેડીટ કાર્ડ-ડેબીટ કાર્ડ પ્રોસેસ,ઓનલાઇન ટાસ્ક ગેમ,ઓનલાઇન અપ્લિકેશન લોન,ઓનલાઇન શોપિંગ,ફેક કોલ, UPI રિલેટેડ કોલ,ઓનલાઇન જોબ ફોડ વગેરે જેવા અલગ-અલગ સાયબર ક્રાઇમના ભોગ બનનાર કુલ-63 અરજદારને રૂ. 13,27,592/- (અંકે રૂપિયા તેર લાખ સત્યાવીસ હજાર પાંચ સો બાણું પુરાં) પરત અપાવેલ છે.
જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર.એચ.આર.ગૌસ્વામી એ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર ફોડના બનાવો અંગેની તપાસ કરતા ટીમના સ્ટાફને જરૂરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી પોતાની સીધી દેખરેખ હેઠળ લાગુ પડતી એજન્સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્યવહાર કરી/કરાવી તેમજ અરજદારો જે બેન્કમાં ખાતુ ધરાવે છે. તે બેન્ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા અરજદારની અમુક રકમ પરત અપાવી તથા અમુક અરજદાર નાઓની ડેબીટ થયેલ અમુક રકમ બેન્કમા હોલ્ડ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.