વેરાવળના હરસીધી આઈસ્ક્રીમ વાળા પ્રભુદાસભાઈ ફોફંડીના ભાઈ ખારવા સમાજના મોહનભાઇ જાદવભાઇ ફોફડી એ માં નર્મદામૈયાની 3500 કિ.મી. પરિક્રમા પગપાળા સુખ-રૂપ 87 દિવસમાં પરિપૂર્ણ કરી ટ્રેન મારફત વેરાવળ આવતા તેમને શહેરના આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યા હતા.આ યાત્રા તા. 5/11/22 ના રોજ ચાલુ કરી હતી અને કઠણાઈ ભરી આ પદયાત્રા તેમને માત્ર 87 દિવસ માં કુલ 3500 કમી 31/1/23 ના રોજ પૂર્ણ કરી હતી. વેરાવળ પહોંચતા રેલવે સ્ટેશનથી જ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી . તેમજ સાગરપૂત્ર ફાઉન્ડેશન હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ખારવા સમાજના પટેલ કિરીટભાઈ, અધ્યક્ષ લખમભાઈ, લોહાણા સમાજના વિક્રમભાઈ તન્ના,અનિષભાઈ રાચ્છ, મુકેશભાઈ ચોલેરા, રમેશભાઈ કોટક, દેવભાઇ ધારેચા સહિત અનેક આગેવાનોએ સન્માન કર્યું હતું
વેરાવળનાં યાત્રિકે નર્મદામૈયાની 3500 કિ.મી.ની પરિક્રમા 87 દિવસમાં પૂર્ણ કરી, પરત ફરતા સ્વાગત

Follow US
Find US on Social Medias