ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 2022-23ના વર્ષની વેરા વસુલાત અભિયાનની ઝુંબેશ શરૂ કરેલ છે તે અંતર્ગત મોટા બાકીદારોને નગરપાલિકા અધિનિયમની કલમ-132, 133 તળે બીલો તથા નોટીસો આપવામાં આવેલ હોઈ છતાં કરવેરાની રકમ ભરપાઈ ન કરતા વેરા વસુલાત અભિયાન અંતર્ગત 23 બાકીદારોની મિલ્કત ટાંચ / જપ્તીમાં લેવામાં આવેલ છે.જેમાં વોર્ડ નં.1, 4, 5, 6, 8, 9, 10 અને 11 પૈકીના 23 બાકીદારો પાસેથી પાલિકાને 14 લાખ જેવી ટેક્ષની રકમ વસૂલવાની હોવાથી તમામ ઓફિસ, દુકાન અને મકાન સહિતની મિલકતો જપ્ત કરવામાં આવી છે.આ કામગીરી દરરોજ વોર્ડવાઈઝ ટીમ અધિકારીઓ દ્વારા સતત ચાલુ રહેશે જેથી જે લોકોના કરવેરાની રકમ બાકી હોય તેઓએ તાત્કાલીક બાકી રકમ ભરપાઈ કરી પહોંચ મેળવી લેવા પાલિકાએ અનુરોધ કર્યો છે.