શહેરમાં 9 અલગ અલગ ચોક પર સર્કલ બનાવવાના કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગીર સોમનાથ વેરાવળમાં તાજેતરમાં પાલિકા દ્વારા જૂના પાણીના ટાકાની જગ્યામાં ફૂડ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં 48 સ્ટોલ ઉભા કરી હરરાજી કરીને 9 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવ્યા છે.તેમાંથી 36 સ્ટોલની તાજેતરમાં જ પાલિકા દ્વારા રૂ.7.50 લાખથી હરરાજી કરવામાં આવી હતી.જેમાં સ્ટોલની મહત્તમ કિંમત રૂ.14 લાખ આસપાસ હતી.જ્યારે બાકી રહેલ 12 સ્ટોલ પૈકી 4 અનામત છે અને અન્યની હરરાજી આગામી તા.1ના રોજ કરવામાં આવશે.ત્યારે રવિવારે આ ફૂડ ઝોનનું લોકાર્પણ સાંસદ રાજેશ ચૂડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.સાથો સાથ નજીકના ભવિષ્યમાં પાલિકા દ્વારા 9 અલગ અલગ સ્થળોએ સર્કલ બનાવવાના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં શહેરના ટાવર ચોક,ચાર ચોક, ભવાની ચોક,80 ફૂટ ચોક, સોમનાથ શંખ સર્કલ,બાયપાસ, ભિડિયા સર્કલ, ભાલકા મંદિર, રેયોન ફેકટરી રોડ મળીને કુલ 9 જગ્યાઓએ અલગ અલગ પ્રતિમાઓ મુકાશે. આ તકે સાંસદ રાજેશ ચૂડાસમા,પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા,મહામંત્રી ડો.સંજય પરમાર,પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી,ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા,પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને એમપીડાના વાઇસ ચેરમેન જગદિશભાઈ ફોફંડી,ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા,બાંધકામ શાખાના ચેરમેન બાદલભાઈ હુંબલ,પાલિકાનાં નગરસેવકો અને આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.