ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપતું આગવું પગલું એટલે ગુજરાત એસ.ટી.નો ક્ધસેશન પાસ: 82.5 ટકાની રાહત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ એસ.ટી. પાસમાં 82.50 ટકાની રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારના આવા પગલાને કારણે શાળા અને કોલેજોમાં ડ્રોપઆઉટનો રેશિયો મોટા પાયા પર ઘટાડી શકાયો છે. રાહત દર પાસ યોજનાનો લાભ લઇને ગામડાઓમાંથી શહેર સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી શકે છે. વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા છેલ્લા 1 વર્ષમાં 503 દિકરીઓને મફત પાસ કાઢી આપવામાં આવ્યાં છે. જેની રકમ 32,53,311 રૂપિયા થાય છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને 17.50 ટકા ભાડા વસુલમાં 1,784 પાસ કાઢી આપી 10,95,419 રકમ મેળવી છે અને મુસાફરોને 50 ટકા રાહત ભાડામાં 3624 પાસ કાઢી આપી 47,38,730 રકમ મેળવી છે.
- Advertisement -
વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા છેલ્લા 1 વર્ષમાં 503 દિકરીઓને મફત પાસ કાઢી આપવામાં આવ્યાં
રાજ્ય સરકાર દ્વારા ગામડામાંથી અભ્યાસ અર્થે શહેરમાં આવતી દીકરીઓને એસ.ટી.બસનો મફત પાસ કાઢી આપવામાં આવે છે. તે ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને પાસમાં 82.50 ટકાની રાહત આપી તેમના રૂટ પ્રમાણેના ભાડાના માત્ર 17.50 ટકા જ ભાડુ વસુલવામાં આવે છે. વેરાવળ એ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે. શાળા-કોલેજોની સંખ્યા વધારે હોવાથી અહીં હજારોની સંખ્યામા વિદ્યાર્થીઓ એસ.ટી.બસમાં અવર-જવર કરે છે. આ વિદ્યાર્થીઓને આવવા-જવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમ દ્વારા એસ.ટી.બસ પાસ સુવિધા આપવામાં આવે છે. આ પાસ થકી તેમને આવવા-જવાના ભાડામાં રાહત મળે છે. દિલીપ શામળા (વેરાવળ એસ.ટી. ડેપો મેનેજર)