ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના સોનીબજારમાં યશ જવેલર્સ ની દુકાનમાં વેપારીની નજર ચૂકવી 3.96 લાખનું 72 ગ્રામના સોનાની વીટી તથા બુટ્ટીના બદલે ઇમિટેશન ખોટા દાગીના મૂકી સાચા દાગીના સેરવી લેનાર ગેંગને પકડવા સીટી સર્વેલન્સ સ્ટાફ તથા એલ.સી.બી. ગીર સોમનાથ ની ટીમો એક-બીજાના સંકલનમા રહી હ્યુમન સર્વેલન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ દ્રારા સદર ગુન્હાના કામે થયેલ છેતરપીંડી આચરનાર ગેંગની ભાળ થયેલ અને તે બોટાદ ખાતેથી આવેલ હોય અને છેતરપીંડી આચરી પરત બોટાદ રવાના થઇ ગયેલાની હકિકત જણાતા આ ગેંગમાં હર્ષાબેન ઉર્ફે વરસુડી જયેશભાઇ દયારામ ચૌહાણ, પ્રભાબેન રણછોડભાઇ ધનજીભાઇ સોલંકી,નયનાબેન ઉર્ફે નનુ સંજયભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ, મનસુખભાઇ ઉર્ફે મોરી મનજીભાઇ ખસીયા,રામ ઉર્ફે જખરો લખમણભાઇ જોગરાણા તમામ રહે.બોટાદને ઝડપી લઈ તની પાસેથી સોનાના દાગીના કુલ કી.રૂ.2,53,718 ઇકો ફોરવ્હીલ કાર કિ.રૂ.3 લાખ મુદ્દામાલની કુલ કિ.રૂ.5,53,718 પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.