ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં વિદ્યાર્થિની બહેનોને કોસ્ટ ગાર્ડ વિભાગ દ્રારા આવકારવામાં આવ્યા. ત્યાર બાદ ફાયર સેફ્ટી અને હથિયારોની માહિતી ખૂબજ જીણવટ પુર્વક વિદ્યાર્થિની બહેનોને પૂરી પાડવામાં આવી અને કોસ્ટ ગાર્ડ વિભાગના અત્યાધુનિક જહાજો ની મુલાકાત અને માહીતી મેળવવાનો પણ સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.વિદ્યાર્થીનીઓ માટે એનર્જી ડ્રીંક અને ફળોની વ્યવસ્થા કોસ્ટ ગાર્ડ વિભાગ દ્રારા કરવામાં આવી હતી. મહીલા કોલેજ અને સમગ્ર સ્ટાફ દ્વારા કોસ્ટ ગાર્ડ વિભાગ – વેરાવળને ઝઇંઊ ઋઅઝઇંઊછ ઘઋ ગઅટઢ છત્રપતી શિવાજી મહારાજ ની મોમેંન્ટો આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ મુલાકાત દરમિયાન કોસ્ટ ગાર્ડ વિભાગ ના ઓફીસર અભિનવ રાણા અને તેમનો સમગ્ર સ્ટાફ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના સિન્ડિકેટ મેમ્બર પ્રો.ડો.જે.એસ.વાળા, ગજજ પ્રોગ્રામ ઓફીસર ડો. નીલા બેન બોરડ, પ્રો.સંજય ભૂત , ડો. પુષ્પા બેન વાઢેર ની હાજરી અને સહકાર મળ્યો હતો.