ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.એમ.ઇશરાણી તથા સ્ટાફ દ્રારા તાલાળા નાકા ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગ કરી પસાર થતા માલવાહક, પેસેન્જર વાહક તથા અન્ય વાહનોના વાહનચાલકો ને વાહન ચેકિંગ દરમ્યાન અકસ્માત બનતા અટકાવવા જરૂરી સુચનો કરી અને જે વાહનો પર રેડીયમ સ્ટીકર લગાડેલ ના હોય તેવા 200 જેટલા વાહનો પર રેડીયમ સ્ટીકર લગાડવાની કામગીરી કરી અકસ્માતો નિવારવા લોકજાગ્રુતીની મુહીમ વેરાવળ સિટી પોલીસે શરુ કરી હતી અને વાહન ચાલકોને ટ્રાફિક અવર્નેશ વિષે માહિતગાર કર્યા હતા.
વેરાવળ સિટી પોલીસે અકસ્માત નિવારવા વાહનોમાં રેડીયમ સ્ટીકર લગાવ્યા
