ગૌ ભક્તોએ 700 કિલોના લાડુનો પ્રસાદ ગૌ માતાને ખવડાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પ્રધાનમંત્રી મોદીજીના હસ્તે અયોધ્યા ખાતે સુંદર રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જેનો ઉત્સવ આખા દેશે મનાવ્યો છે. વેરાવળમાં પણ ભાવિકોએ સુંદર રીતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને ઉજવતાઆ શુભદિવસના સાક્ષિ બન્યા હતા.બે દિવસથી વેરાવળ જાણે અયોધ્યા નગરી બની ગયું હોય તેમ શહેરના રાજમાર્ગો તેમજ વેપારીઓ દ્વારા રોશની કરી શહેરને દીપાવલીની જેમ શણગાર્યું હતું.
વેરાવળ વેપારીઓએ બજારો સજ્જડ બંધ રાખીને અને ટીવી પર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિહાળ્યો હતો.અને ટાવરચોકમાં બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો તેમજ અન્ય પ્રસાદ પણ વિતરણ કરાયો હતો.ત્યારે વશાળ રામ ભક્તોની ઉપસ્થિતિમાં જૈન દેરાસર ચોક નજીક બાંધેલા પંડાલમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. બપોરે હનુમાન મંદિરથી હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા ડીજે ના તાલે નીકળી હતી.હજારોની સંખ્યામાં કેસરી ધ્વજ સાથે ધર્મપ્રેમી ભાવિકો વાજતે ગાજતે જય શ્રી રામના ગગન ભેદી નાદ સાથે વાતાવરણને રામમયી બનાવ્યું હતું.આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક કિમી લાંબી શોભાયાત્રામાં સુંદર રામ દરબાર અને રથમાં રામ લક્ષમણ જનકીના સાજ શણગાર કરેલા અદભુત દર્શન નો.લાભ ભાવિકોએ લીધો હતો. વેરાવળ પાટણ નગરી રામમયી અને અયોધ્યાનગરી બની ગઈ હોય તેવું વાતાવરણ થયું હતું અને ગૌ ભક્તોએ 700 કિલોના લાડુનો પ્રસાદ ગૌ માતા ને ખવડાવી ધન્યતા અનુભવી હતી.