વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ ઓનલાઈન, પોલીસ મથકના ધકકા નહી ખાવા પડે
ખાસ-ખબર સંવાદદાતા
પોલીસ અને પ્રજાનો સમય ન બગડે અને નાગરીકોને પોલીસ સ્ટેશનના ધકકા ન ખાવા પડે તે માટે મોબાઈલ અને વાહન ચોરી કે જેમાં આરોપીનું નામ ન હોય તેવી ફરિયાદ હવે સીધી જ ઓન લાઈન કરવાની મારે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પરીપત્ર બહાર પાડવામાં સાત્યો છે. અને આ પરીપત્રની ગુજરાતમાં પણ સત્વરે અમલવારી શરૂ થશે. ઓનલાઈન ખોલી ફરીયાદનો જે તે પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અધિકારીને પાંચ દિવસની અંદર તપાસ અહેવાલ અમવાનો રહેશે અને જો સભ્ય કરવામાં નહીં આવે તો ખાસ કરનાર અધિકારી સામે પોલીસ કમીશ્નર કે જીલ્લા પોલીસ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
- Advertisement -
ઈ-એફઆઈઆર મારે નાગરિકો સિટીઝન પોર્ટેલ/ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ઈ-એમઆઈઆર સેવાનો ઉપયોગ કરી શકશે.ફરિયાદીએ સિટીઝન પોર્ટેલ/ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર રજીસ્ટર કરાવી વાહન/મોબાઈલ ફોન ચારી અંગે ફરિયાદ સંદર્ભે વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ફરિયાદી દ્વારા ઓનલાઈન અરજી કરતા સમયે તેઓ દ્વારા આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ લઈ,તેની પર પોતે સહી કર્યા બાદ સહી કરેલ અરજી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે.