ઉતરપ્રદેશ-બંગાળ જેવા રાજયોમાં પાકને નુકશાન
19,.શાકભાજીના ભાવ, ખાસ કરીને બટેટાના ભાવ વધવાની શક્યતા છે. કૃષિ નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓના મતે ઉનાળામાં દેશના કેટલાક ભાગોમાં હીટવેવ્સે પાકને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે માંગ અને પુરવઠામાં અસંગતતા સર્જાઈ હતી, શાકભાજીનો ફુગાવો ચિંતાનો વિષય છે, આ ફુગાવો જૂનમાં 29.3 ટકા પર પહોંચી ગયો છે, જે મે મહિનામાં 27.4 ટકાનો હતો. ટામેટાં , ડુંગળી ,બટાકા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે.
- Advertisement -
કૃષિ વિશ્લેષકે જણાવ્યું હતું કે, “આગામી કેટલાક મહિનાઓ સુધી બટાકાની કિંમતો સ્થિર રહેવાની ધારણા છે,” આ વર્ષે બટેટાની અછત ઑક્ટોબરની શરૂઆતમાં અનુભવાય તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા મુખ્ય બટાટા ઉત્પાદક રાજ્યોમાં હવામાન સંબંધિત નુકસાનને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેનાથી કિંમતમાં વધારો થયો છે. આ વર્ષે બટાકાનું ઉત્પાદન આશરે 58.99 મિલિયન ટન રહેવાની ધારણા છે, જે ગયા વર્ષના આશરે 60.14 મિલિયન ટન કરતાં ઓછું છે, કૃષિ મંત્રાલયના પ્રથમ અંદાજ મુજબ આગામી મહિનાઓમાં મોટા ખેડૂતો અને વેપારીઓ પણ ભાવ વધારાની અપેક્ષાએ શાકભાજીનો સ્ટોક રાખી રહ્યા છે. એક વેપારીએ જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજમાં લોડિંગ પણ આ વર્ષે ઓછું થયું હતું.
ટામેટાંમાં અત્યાર સુધીમાં સરેરાશ 50 ટકાનો વધારો થયો છે. બટેટા અને ડુંગળીના ભાવ પણ ડબલ થઇ ગયા છે. શાકભાજીના ભાવ હજી પણ થોડા વધી શકે છે ચાલુ મહિનામાં શાકભાજીના ભાવમાં ફુગાવો જોવા મળે છે. શાકભાજી કૃષિ કોમોડિટીઝમાં હવામાન સૌથી વધુ અસર કરે છે, ગયા વર્ષ કરતાં આ વર્ષે શાકભાજીનો ફુગાવો વધીને 9.4 ટકાનો થઈ ગયો છે.