25 હજાર મહિલાઓમાં 25 વર્ષ સુધી કરવામાં આવેલ સંશોધનમાં રસપ્રદ ખુલાસો: ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સરની બિમારીનો ખતરો ઘટાડે છે.
છોડ પર આધારિત આહાર જેમ કે ફળ, શાકભાજી અને અનાજના સેવનથી મહિલાઓમાં કેન્સર અને અન્ય બીમારીઓથી મૃત્યુનું જોખમ ઘટી જાય છે. ધી જર્નલ ઓફ ધી અમેરિકન મેડિકલ એસો. (જામા)માં પ્રકાશિત અધ્યપનમાં આ વાત કહેવામાં આવી છે.
- Advertisement -
અધ્યપન અનુસાર મેડિટેરીનિયત આહાર અપનાવનારી મહિલાઓમાં બીમારીઓથી મરવાનું જોખમ 23 ટકાથી ઓછું થઇ શકે છે. 25 વર્ષ સુધી 25 હજારથી વધુ મહિલાઓમાં કરવામાં આવેલ અધ્યપનમાં આ નિષ્કર્ષ બહાર આવ્યા છે.
આ અધ્યપનમાં બહાર આવ્યું કે, મેડિટેરિયન આહારનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઓછો થઇ જાય છે. જે ડાયાબિટીસ અને હૃદયરોગ સંબંધિત રોગોના વિકાસ માટે જવાબદાર હોય છે.
અમેરિકાના પ્રિવેન્ટીવ મેડિસીન વિભાગના મુખ્ય સંશોધક શફકત્ અહમદે કહ્યું હતું કે, આ આહાર અપનાવવાથી મેટાબોલિક બિમારીઓ જેવી કે ડાયબિટીસ અને હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે. નવું અધ્યપન મહિલાઓમાં મૃત્યુનું જોખમ ઘટાડવા માટે સ્વસ્થ આહાર આદતોને પ્રોત્સાહિત કરે છે.
- Advertisement -
મેડિટેરીનિયન આહારને મળી ચૂકી છે ઓળખ
મેડિટેરીનિયન સમગ્ર અનાજ, ફળો, નટ્સ અને શાકભાજીઓથી સમૃદ્ધ હોય છે. તેમાં બદામ, અંજીર, અખરોટ, કાજુ વગેરે સૂકા મેવા પણ સામેલ થાય છે. આ ખોરાક મુખ્યત્વે ઓલિવ ઓઇલમાં રાંધવામાં આવે છે અને તેમાં માંસ, ડેરી ઉત્પાદનો મિઠાઇઓ અને ઇંડાનું સેવન પણ ઓછું કરવામાં આવે છે. ભૂમધ્ય સાગર આસપાસના દેશો જેવા કે ઇટલી, સ્પેન અને ગ્રીસમાં આ આહાર અપનાવવામાં આવે છે.