કોથમીર પહેલા 160 રૂપિયે કિલો અત્યારે 200: આદુના ભાવ અત્યારે 320
ગુજરાતનાં અનેક શહેરોમાં હાલ વરસાદી મહોલ જોવા મળી રહી છે ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતા પર જોવા મળી છે. વરસાદના કારણે મોંઘવારીએ એવી માજા મૂકી છે કે, પેટ્રોલ ડીઝલ કરતા શાકભાજી ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે અને રસોડાની રસોઈ ફીકી પડી છે. સાથે જનતા માટે ખાયે તો ક્યાં ખાયે જેવી સ્થિતિ ઉદભવી છે.
- Advertisement -
ગુજરાતમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદથી શાકભાજીની આવક ઘટાડો અને ભાવ પર માઠી અસર જોવા મળી છે.
શહેરમાં શાકભાજી માર્કેટમાં ભાવ આસમાને પહોંચી છે જ્યારે વધતા જતા ભાવને લઈને ગૃહિણીઓ ત્રાહિમામ છે. દેશભરમાં ભારે વરસાદના કારણે શાકભાજી ઉપરાંત અન્ય ચીજ-વસ્તુઓની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ 40 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. તેથી શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે 30-40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 100થી વધીને 320 રૂપિયા સુધી પહોંચ્યા છે. સાથે જ મોંધવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે.
- Advertisement -
શાકભાજી પહેલા નવા ભાવ
કોથમીર 160 200
મરચા 80 120
આદુ 240 320
ટામેટા 100 160
મેથી 120 320
પાલક 60 120
તુરીયા 120 150
ભીંડા 60 100
પરવર 60 100
ફ્લાવર 80 120
કેપ્સીકમ 80 160