વરસાદથી પરપ્રાંતથી આવતી શાકભાજી ઘટી:
મોટાભાગની શાકભાજી 150-200 રૂપિયા કિલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
ચોમાસાની શરૂઆતમાં શાકભાજીના ભાવ વધ્યા છે. જેમાં વરસાદથી પરપ્રાંતથી આવતી શાકભાજી ઘટી છે. તેમજ શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. મોટાભાગની શાકભાજી 150-200 રૂપિયા કિલો થઇ છે. તેથી શાકભાજીના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાયુ છે. તેમજ ડુંગળીનો પ્રતિકિલો ભાવ રૂપિયા 50, ટામેટાના રૂપિયા 100 થયો છે.
પ્રતિકિલો બટાકાનો ભાવ વધીને રૂપિયા 50 થયો છે. તેમજ 60 રૂપિયે કિલો મળતા ફ્લાવરનો ભાવ રૂપિયા 120-150 થયો છે. કોબી અને લીંબુનો પ્રતિકિલો ભાવ રૂપિયા 80 થયો છે. તેમજ 50 રૂપિયે કિલો મળતા ભીંડાનો ભાવ રૂપિયા 100થી 120 થયો છે. ત્યારે 80 રૂપિયે કિલો મળતા ગવારનો ભાવ રૂપિયા 120 થયો છે. 120 રૂપિયે કિલો મળતી ચોરીનો ભાવ રૂ.300 થયો છે. તથા 70 રૂપિયે કિલો મળતા ટિંડોળાનો ભાવ રૂ.200 થયો છે. 160 રૂપિયે કિલો મળતા આદુંનો ભાવ રૂપિયા 200થી 220 થયો છે. કોથમીરનો પ્રતિકિલો ભાવ વધીને રૂ.90 થયો છે.
ચોમાસાની શરૂઆતની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ભારે વરસાદના કારણે પરપ્રાંતથી આવતા શાકભાજીની આવક ઘટી છે. તેથી શાકભાજીની આવક ઘટતા ભવમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. મોટાભાગની શાકભાજી 150-200 રૂપિયા કિલો થઇ છે. તેમજ ગરીબોની કસ્તુરીનો ભાવ 50 રૂપિયા કિલો પહોચ્યો છે. જેમાં 40 રૂપિયા કિલો મળતી કોબી 80 રૂપિયા કિલો થઇ છે. તેમજ 50 રૂપિયા કિલો મળતાં લીંબુ 80 રૂપિયા કિલો થયા છે. તેમજ 80 રૂપિયા કિલો મળતો ગવાર 120 રૂપિયા કિલો થયો છે. તેમાં સામાન્ય રોજનું કમાનાર લોકોમાં ચર્ચા શરૂ થઇ છે કે હવે શાકભાજી કેવી રીતે ખરીદાશે. જેમાં સામન્ય લોકોમાં શાકભાજીના ભાવ વધતા ઘરનું બજેટ ખોરવાયુ છે.