શું સામાજીક-વેપારી-ઔદ્યોગિક સંગઠનોની રાજકોટ પ્રત્યે કોઈ જવાબદારી જ નથી?
લેન્ડ સ્કેમનાં પાટનગર બની ગયેલાં રાજકોટને એક સખત-પ્રામાણિક અધિકારીની તાતી જરૂર
- Advertisement -
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, રાજકોટ મશીન ટુલ્સ એસોસિએશન, મેટોડાનાં, શાપરનાં સંગઠનો, રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ, રાજકોટ બિલ્ડર એસોસિએશન, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટ, IMA, મધુરમ ક્લબ, જૈનમ ગ્રુપ, ખાનગી શાળા સંચાલક મંડળ, સ્વનિર્ભર કોલેજ મેનેજમેન્ટ એસોસિએશન, ગ્રેટર ચેમ્બર ઑફ કોમર્સ, ભૂદેવ સેવા સમિતિ, કરણી સેના, જૈન વિઝન…. આવી અનેક સંસ્થાઓ અખબારોમાં પ્રેસનોટ મોકલવામાં બહુ શૂરી છે. નાનાં-નાનાં મુદ્દે પણ એ અખબારી યાદી મોકલતી રહે છે. પણ એ છે કે, શહેરની શાંતિ-સુરક્ષા માટે શું આ સંસ્થાઓની કોઈ જવાબદારી જ નથી?
‘ખાસ-ખબર’ દ્દઢપણે માને છે કે, રાજકોટની આવી તમામ સંસ્થાઓએ મળીને સુભાષ ત્રિવેદીને રાજકોટનાં પોલીસ કમિશનર તરીકે મૂકવા ઠેઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતાં પત્રો લખવા જોઈએ. રાજકોટ હવે લેન્ડસ્કેમ, લેન્ડ માફિયાઓ, ઓર્ગેનાઈઝડ ક્રાઈમ, જુગારની ઈંઉ વગેરેનો ગઢ બની ગયું છે. ત્યારે શહેરમાં એક અત્યંત કડક અધિકારીની જરૂર છે. ભાજપમાંથી પણ ઘણાં નેતાઓ ઈચ્છે છે કે, સુભાષ ત્રિવેદીને રાજકોટની કમાન સોંપવામાં આવે. પરંતુ કેટલાંક લોકો તો કહ્યાગરા, ડાહ્યાડમરા એવા રાજુ ભાર્ગવ માટે તથા રાજકુમાર પાંડ્યિન માટે લોબિંગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં રાજકોટને વધુ એક વખત પપલુ-પપ્પુછાપ કમિશનર ન મળે તે માટે સંસ્થાઓએ અને સામાન્યજને આગળ આવવું જ પડશે.
સુભાષ ત્રિવેદી એટલે ફિલ્મમાં જ જોવા મળે તેવા રિયલ લાઈફ હીરો
- Advertisement -
- કોઈ ઉપર કરેલાં ઉપકારના વળતરની અપેક્ષા રાખવી એ પણ ભ્રષ્ટાચાર છે એવી ઉમદા વિચારધારા ધરાવતાં સુભાષ ત્રિવેદીએ પોતાની કારકીર્દિમાં મોટી મોટી ગેંગને સીધી દોર કરી છે. 1991માં રાજકોટમાં એન્ટી કરપ્શન વિભાગમાં Dy.sp તરીકે 56 કરતાં પણ વધુ સફળ ટ્રેપ કર્યા છે. જેમાં PI ભાંભોરથી માંડીને સુરેન્દ્રનગર ડિવિઝનના માવાણી સમાવિષ્ટ હતા.
- ભ્રષ્ટાચારીઓ અને ગેંગ્સનાં સુપડાં સાફ કરતાં સુભાષ ત્રિવેદીએ 1993માં સુપર કોપ સતીશ વર્મા સાથે રાજકોટમાં સફળ કામગીરી કરીને મેર ગેંગનો સફાયો કર્યો હતો. સુભાષ ત્રિવેદી નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને લોકોના હદયમાં સ્થાન પામ્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે 1995માં જામ-ખંભાળીયા Dy.sp ના કાર્યકાળમાં કરેલી કામગીરી છે. સલાયાના દાણચોરો અને રામનાથા ગઢવી ગેંગને સાફ કરી હતી. જેને કારણે રાજકીય કારણોસર તેમની બદલી કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર જામ- ખંભાળીયાના લોકોએ તેમની બદલીનો વિરોધ કરીને આખું ખંભાળીયા બંધ રાખ્યું હતું.
- કહેવત છે કે મસાણમાં ગયેલા લાકડાં પાછા ન આવે એમ પોલીસ તપાસમાં ગયેલો માલ ભાગ્યે જ પાછો આવે એ માન્યતાને IPS ત્રિવેદીએ ખોટી પાડી છે. ભાવનગરમાં પર-પ્રાંતિયો દ્વારા 56 લાખના હિરાની ચોરી થઈ હતી. ત્રિવેદીએ મુદ્દા-માલ સાથે આરોપીને પકડી પાડીને વેપારીઓને 56 લાખના હિરા પરત કર્યા હતા. આ કેસની પત્રકાર પરિષદમાં SP કૈશવ કુમારે પત્રકારોને કહ્યું કે, હું પ્રકાશ મહેરા છું, જ્યારે સુભાષ ત્રિવેદી અમિતાભ બચ્ચન છે.
- સુભાષ ત્રિવેદીએ ટેક્સ ન ભરતી બસોને ટેક્સ ભરતી કરીને સરકારને કરોડોની આવક કરાવી છે. તેમજ આશિષ ભાટીયા વલસાડનાં તત્કાલિન SP હતા ત્યારે તેમના બાતમીદારની તાજ મોહમ્મદે હત્યા કરી હતી. તાજિયા ગેંગના એ કુખ્યાત હત્યારાને પકડીને ત્રિવેદીએ તેનું એન્કાઉન્ટર કર્યું હતું. આમ ઉત્કૃષ્ટ અને ઝડપી કામગીરી કરતાં સુભાષ ત્રિવેદીએ ગોધરાં કાંડના તોફાનોમાં પણ સફળ કામગીરી કરી છે. આ ઉપરાંત તેઓ જામનગરનાં SP હતાં ત્યારે અનેક ગુનેગારોને સીધાદોર કર્યા હતા. બોર્ડર રેન્જનાં IG તરીકે કચ્છમાં થતી ખનીજ ચોરી પર જબરો અંકૂશ મેળવ્યો હતો અને ખનીજ માફિયાઓને ભોં ભેગા કરી દીધા હતાં. આવા અધિકારી રાજકોટને મળે તો શહેરની શકલ બદલાઈ જાય.