આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને ન્યાય આપવા માંગ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
વિસાવદર તાલુકામાં અનેક ખેડૂતોને પોતાની જમીનમાં મળતો વિદ્યુત ભાર જે મળી રહ્યો છે તે વિદ્યુત ભારને વધારવાની અરજી ઘણા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે તો પણ સમયસર ખેડૂતોને વિદ્યુત ભાર વધારી આપવામાં આવે અને ખેડૂતોની જમીનમાં જ વીજ પોલ અને ટીસી એક જગ્યા પરથી બદલીને બીજી જગ્યા પર પોતાની માલિકીમાં ટ્રાન્સફર કરવા માટેની અરજી આવેલ છે. જેમાં એક વર્ષ જેટલો સમય વિતી ગયો છતા વીજ પોલ બનદલી આપવામાં આવેલ નથી.
- Advertisement -
જેનો ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી ખામીઓના લીધે બે થી ત્રણ વખત ટીસી બદલવુ પડે છે. જેને લીધે ખેડૂતોના પાકને સમયસર વીજળી ન મળતા પાકમાં નુકશાની થાય છે. આવા પ્રશ્ર્ને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઇ ડોબરીયા હરેશભાઇ સાવલીયા, મનોજ સુવાગીયા, રાહુલભાઇ બુહા, જયસુખભાઇ મોરબીયા, પરસોતભાઇ વસાણી, ભરતભાઇ ગોંડલીયા, મયુરભાઇ અમીપરા, રમેશભાઇ પાનસુરીયા, મૌલીકભાઇ રીબડીયા અને નારણભાઇ ચોરવાડીયા સહિતના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે ઉર્જા મંત્રીને સંબોધીને આવેદન આપ્યુ હતુ.