વોર્ડ નં. 5માં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની ઉપસ્થિતિમાં નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
વોર્ડ-6માં વોર્ડ ઓફીસની સુવિધાથી સફાઈ, રસ્તા, પાણી, લાઈટ, જનસંપર્ક જેવી મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતને લગતી સેવાઓ વધુ સુવ્યવસ્થિત બનશે: ધારાસભ્ય ઉદય કાનગડ
- Advertisement -
વિકાસ કાર્યો એ શહેરની પ્રગતિના પ્રતીક છે: વોર્ડમાં નવી વોર્ડ ઓફીસ અને વિવિધ વિસ્તારોમાં ડામર રિકાર્પેટ કામ થકી લોકોની સુખાકારીમાં વધારો થશે: વોર્ડવાસીઓ ખુશખુશાલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા-68માં વોર્ડ-6માં કબીરવન આરોગ્ય કેન્દ્રથી આગળ નવી વોર્ડ ઓફીસ બનાવવાના કામનું તથા વિવિધ વિસ્તારમાં ડામર રિકાર્પેટ મેટલીંગ કામ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઉદય કાનગડના વરદહસ્તે તથા મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, કિશોરભાઈ રાઠોડ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ-6માં રૂા. 2.45 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફીસ, એકશન પ્લાન અંતર્ગત રૂા. 1.66 કરોડના ખર્ચે મહેશનગર વિસ્તારમાં ડામર રિકાર્પેટ કામ, રૂા. 50 લાખના ખર્ચે જલગંગા ચોક વિસ્તારમાં ડામર રિકાર્પેટ કામ, રૂા. 5.13 કરોડના ખર્ચે બ્રાહ્મણીયાપરા-7, શિવપેલેસ હોટલ-2વાળી શેરી વિસ્તારમાં ડામર રિકાર્પેટ કામમાં તથા રૂા. 50 લાખના ખર્ચે પરશુરામ ઈન્ડસ્ટ્રીઝથી સફારી પાર્કને જોડતા રસ્તા પર મેટલીંગ કામ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે અમલી બનાવવા માટે વોર્ડ ઓફીસો કાર્યરત કરવામાં આવે છે ત્યારે નાગરિક સુવિધાઓને વધુ નજીક લાવવાનો અને લોકોની સમસ્યાઓને સ્થળ પર ઉકેલવાનો મુખ્ય હેતુ આ વ્યવસ્થાનો છે. નૂતન વર્ષનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 6માં લોકોને વિવિધ વિકાસ કાર્યોરૂપી ભેટ અર્પણ કરવામાં આવી છે. વોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાની નવી વોર્ડ ઓફીસની સુવિધાથી નાની-મોટી નાગરિક સમસ્યાઓ માટે સીધો સંપર્ક કરી શકાશે. પોતાના વિસ્તારમાં જ વોર્ડ ઓફીસની સુવિધાથી નાગરિકોને જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, મિલકત વેરો, પાણી વેરો, સફાઈ જેવી સ્થાનિક સમસ્યાઓના નિરાકરણમાં લોકોના સમયનો બચાવ થશે. લોકો પોતાના પ્રશ્ર્નો, રજૂઆતો, ફરિયાદો, સૂચનો સીધા વોર્ડ અધિકારીને આપી શકશે જેનાથી લાઈટ, ડ્રેનેજ, સફાઈ જેવી સમસ્યાનો ત્વરીક ઉકેલ આવશે. વોર્ડ ઓફીસના માધ્યમથી વોર્ડના દરેક વિસ્તારની જરૂરિયાતો અને સમસ્યાઓ વધુ સ્પષ્ટ રીતે સમજવામાં આવે છે. સ્થાનિક સ્તરે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે અને વિકાસના કામોનું અસરકારક અમલીકરણ શક્ય બને છે. સફાઈ, રસ્તા, પાણી, લાઈટ, જનસંપર્ક જેવી મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતને લગતી સેવાઓ વધુ સુવ્યવસ્થિત બનશે, સાથોસાથ વોર્ડ-6ના વિવિધ વિસ્તારોમાં લોકોની સુખાકારી માટે હાથ ધરાયેલ ડામર રિકાર્પેટ કામથી વાહન વ્યવહાર સરળ અને સલામત બનશે. સ્વચ્છ, સમથળ અને મજબૂત રસ્તાઓના કારણે લોકોની સવારી વધુ આરામદાયક બનશે ત્યારે આવા વિકાસ કાર્યો એ શહેરની પ્રગતિના પ્રતીક છે. વોર્ડમાં નવી વોર્ડ ઓફી અને ડામર રિકાર્પેટ કામ થકી લોકોની સુખાકારીમાં વધારો થશે તેમ અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ-6માં વિવિધ સ્થળોએ વોર્ડના કોર્પોરેટર ભાવેશ દેથરીયા, પરેશ પીપળીયા, મંજુબેન કુંગશીયા, વોર્ડપ્રભારી રસીકભાઈ પટેલ, દુષ્યંત સંપટ, વોર્ડપ્રમુખ અંકિત દુધાત્રા, મહામંત્રી અનીલ ચૌહાણ તેમજ દલસુખભાઈ જાગાણી, મિલન લીંબાશીયા, કીન્નરીબેન ચૌહાણ, રશ્મીબેન ટુડીયા, પરાગ મહેતા, ઘનશ્યામભાઈ કુંગશીયા, માલદેવસિંહ ચુડાસમા, હરેશભાઈ ટુડીયા, દિગુભા ગોહિલ, પિન્ટુભાઈ રાઠોડ, ગૌતમ મોરવાડીયા, સુખદેવભાઈ ડોડીયા, ગોપાલભાઈ, હેમાંગભાઈ, કિરીટ જમોડ, રવી જાડા, ભનુભાઈ બોરીચા, નસીમબેન, હીનાબેન રાતોજા સાથે સ્થાનિક લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેહમિલન
ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર દ્વારા આયોજિત વિધાનસભા-68 વોર્ડ નં. 5ના ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન, નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ’માં ઉપસ્થિત રહી પાર્ટીના સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનોને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તથા સંગઠનના ઉત્કર્ષ માટે સૌને માર્ગદર્શન પૂરું પાડતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની ભાવના સાથે આ અભિયાનને જન જન સુધી પહોંચાડવા માટે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને આત્મનિર્ભર ભારત સંકલ્પ રથયાત્રા જેવી અનેક ગતિવિધિઓની યોજના બનાવવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય દરેક ભારતીય સુધી વોકલ ફોર લોકલનો સંદેશ પહોંચાડવાનો છે જેનાથી દેશની આર્થિક સ્થિતિ અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે.



