હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત સરકારી માધ્યમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રદર્શનો કર્યા હતા. હળવદના ઘનશ્યામપુર ગામની માધ્યમિક શાળામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા કુલ 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે વિવિધ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સ્પર્ધા પૂર્ણ થયા બાદ જનજાગૃતિ માટે શાળાના બાળકો દ્વારા રોડ સલામતીને લગતા પોસ્ટરો સાથે ગામમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હળવદની ઘનશ્યામપુર માધ્યમિક શાળામાં માર્ગ સલામતીના વિષયો પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Follow US
Find US on Social Medias