જીવના જોખમે ફરજ બજાવતા ક્મચારીઓના
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જર્જરિત બિલ્ડિંગને કારણે 4 નિર્દોષ લોકોને જીવ ગુમાવતા તંત્ર દોડતું થયું હોય તેમ વંથલી નગરપાલિકા દ્વારા 19 જેટલા આસામીઓને નોટિસ ફટકારી દિવસ 7 માં જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા જણાવાયું છે તેમજ જ્યાં બિલ્ડિંગ જર્જરિત છે. ત્યાં લોકોને સાવચેતી રાખવા સૂચન કરતા બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે તેમજ વંથલી મામલતદાર કચેરી પણ જર્જરિત હાલતમાં હોય તેને પણ નોટિસ આપવા નગરપાલિકા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
વંથલી જૂનાગઢ હાઇવે પર કરોડોના ખર્ચે તાલુકા સેવા સદન બનાવવામાં આવ્યું છે જેમાં મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી તેમાં સ્થળાંતર થનાર છે આ બિલ્ડિંગ 8 માસથી તૈયાર હોવા છતાં હજી સ્થળાંતર કરવામાં આવ્યું નથી આ મામલતદાર કચેરી હાલ જર્જરિત હાલતમાં છે છત માંથી પોપડા ખરી રહ્યા છે તેમજ ઇ ધરા જેવા વિભાગમાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે અહી વિવિધ કામગીરી માટે 47 ગામના લોકો આવતા હોય છે તેમજ અહીંના કર્મચારીઓ પણ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જવાબદારી કોની તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ નવા તાલુકા સેવા સદનમાં માત્ર ફર્નિચરની કામગીરી બાકી હોય સ્થળાંતરમાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે આજે 8 માસથી બિલ્ડિંગ તૈયાર હોવા છતાં આજદિન સુધી ફર્નિચર ને કારણે ધૂળ ખાઈ રહ્યું છે ત્યારે તંત્ર આવા લોકો સામે ખુલાસો માંગશે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.