ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી અને કર્ણાટક રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ શુભેચ્છા સંદેશો પાઠવતા જણાવ્યું કે, રાજકોટની સહકારી બેંકોએ શહેરના વિકાસમાં અહમ ભૂમિકા ભજવી છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની સહકારી બેંકો ક્ષેત્રે અતિ ગૌરવવંતુ અને પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતી ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી.ની વાણિયાવાડી શાખા સ્વમાલિકીના અતિ ભવ્ય અને આધુનિક પૂર્ણ ટેક્નોલોજીની સુવિધા સાથે શેઠશ્રી જયંતિલાલ કુંડલિયા સેવા સંકુલમાં જાજરમાન પ્રવેશ કર્યો ત્યારે ગ્રાહકો અને સભાસદોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાઇ ગયો છે.
આ સમારંભમાં અકિલાના મોભી અને સમાજ શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટન વિધી સંપન્ન કરી ત્યારે તેમની સાથે કુંડલિયા પરીવારના સતિષભાઇ કુંડલિયા તેમજ પૂર્વ નાણામંત્રી અને રાજ્યપાલ વજુભાઇ વાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, રાષ્ટ્રના યુવા ઉદ્યોગપતિ શિવરાજભાઇ નરેશભાઇ પટેલ, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર ગોવિંદભાઇ સોલંકી, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથિરીયા સહિતના ટોચના નગરશ્રેષ્ઠીઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી અને કર્ણાટક રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ શુભેચ્છા સંદેશો પાઠવતા જણાવ્યું કે, રાજકોટની સહકારી બેંકોએ શહેરના વિકાસમાં અહમ ભૂમિકા ભજવી છે. મેં રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન પદે સેવાઓ પ્રદાન કરી છે, તે અનુભવના આધારે કહું તો બેંકના સંચાલનમાં પારદર્શિતતા અને ખુલાપણું હોવું જોઇએ. રાજકોટની સહકારી બેંકોના પૂર્વ ચેરમેનો જયંતિભાઇ કુંડલિયા, અરવિંદભાઇ મણિયાર, અશ્વિનભાઇ મહેતા, રમણિકભાઇ ધામી સહિત તમામ સહકારી બેંકના ચેરમેનોએ તેમની બેંકની પારદર્શિતતા અને ખુલાપણા સાથે સંચાલન કર્યુ હોય આજે તમામ બેંકો અવલ્લ નંબરે કાર્ય કરી રહી છે તે નોંધનીય છે.
આ તકે સમારંભના ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન કિરીટભાઇ ગણાત્રા, શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને દર્શિતાબેન શાહ, યુવા ઉદ્યોગપતિ શિવરાજભાઇ નરેશભાઇ પટેલ, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, બેંકના ચેરપર્સન ડો. બિનાબેન કુંડલિયાએ શુભેચ્છાઓ પાઠવતા પ્રવચન આપ્યા હતા. બેંકના સીઇઓ ડો. પુરુષોત્તમ પીપરીયાએ જણાવ્યું હતું કે, બેંકની ઓળખ તેમના ગ્રાહકો થકી હોય છે. રાજકોટના અનેક શ્રેષ્ઠીઓ આરસીસી બેંકના ગ્રાહક હોવાનું અમને ગૌરવ છે. બેંકે વાણિયાવાડી શાખા ખાતે ગ્રાહકની સેવાના ભાગરૂપે 1860 નાના-મોટા લોકરની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.
- Advertisement -
બેંક ભવનના ઉદ્ઘાટન સમારંભમાં શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને આગેવાનોની ખાસ ઉપસ્થિતિ: બેંકને ખોબલે ખોબલે શુભેચ્છાઓ પાઠવી
રાજકોટની સહકારી બેંકોના પૂર્વ ચેરમેનો જયંતિભાઇ કુંડલિયા, અરવિંદભાઇ મણિયાર, અશ્વિનભાઇ મહેતા, રમણિકભાઇ ધામી સહિત તમામ સહકારી બેંકના ચેરમેનોએ તેમની બેંકની પારદર્શિતતા સાથે સંચાલન કર્યુ હોય આજે તમામ બેંકો અવલ્લ નંબરે કાર્ય કરી રહી છે તે નોંધનીય છે
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભાજપ વોર્ડ પ્રમુખ રમેશભાઇ મીયાત્રા, રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ નિશાંતભાઇ ચોટાઇ, પૂર્વ લોકસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથિરીયા, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટના મહાજનના આગેવાન અને ભાજપ પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, રાજ બેંકના ચેરમેન હર્ષદભાઇ માલાણી તથા ડિરેક્ટર હરેશભાઇ પરસાણા અને સીઇઓ જુલીબેન સાવલીયા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રુપાપરા, રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, પાર્શ્ર્વનાથ કો-ઓપ. બેંક લી.ના ચેરમેન પિયુષભાઇ મહેતા, રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટ, રાજકોટના શ્રેષ્ઠી અને કેળવણીકાળ મધુસુદનભાઇ દોંગા, અવધૂત ક્રેડિટ કો-ઓપ. બેંક લી.ના ચેરમેન પ્રવિણભાઇ નિમાવત, જાણીતા એડવોકેટ રવિભાઇ ગોગીયા, માંડવ રાયજી ક્રિકેટ કો-ઓપ. સોસાયટીના પ્રમુખ અશોકભાઇ લશ્કરી, શિવ શક્તિ શરાફી મંડળી લી.ના પ્રમુખ હરગોપાલસિંહજી જાડેજા, રાજકોટ નગર પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, કૃષ્ણ ચિકિત્સાલયના સમાહર્તા નટુભાઇ કોટક, અગ્ર ગુજરાતના ચીફ એડિટર સુનિલભાઇ જોષી, ખાસ ખબરના માલિક પરેશભાઇ ડોડીયા, જાણીતા શિક્ષણ શાસ્ત્રી ડી.વી. મહેતા, ક્ધયા કેળવણીકાર અલ્પનાબેન ત્રિવેદી, સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તખુભા રાઠોડના માર્ગદર્શન હેઠળ આરસીસી બેંક સ્ટાફ પરીવારે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.