કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ઈન્ટ્રીગ્રલ કોચ ફેકટરીની મુલાકાત લીધી: ટ્રેનના કેસરી અને સ્લેટી રંગ પર મંત્રીએ કહ્યું- તે રંગ તિરંગાથી પ્રેરિત
ખાસ-ખબર સંવાદદાતા
વંદેભારત ટ્રેનમાં લગભગ 25 સુરક્ષા અને ટેકનીકલ સુધારા કરવામાં આવ્યા છે. તેને વંદેભારત એકસપ્રેસના નવા સંસ્કરણમાં લાગુ કરી શકાય છે. બહેતર સુરક્ષા માટે વંદેભારત એકસપ્રેસની સાથે સાથે અન્ય ટ્રેનોમાં એન્ટી કલાઈવિંગ ડિવાઈસમાં લગાવવામાં આવી રહી છે. વંદેભારત સ્લીપર કોચની સાથે સાથે વંદે મેટ્રો કોચના ઉત્પાદનની પ્રક્રિયા સારા તબકકામાં ચાલી રહી છે.
- Advertisement -
આ જાણકારી રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી. તેમણે શનિવારે ઈન્ટીગ્રલ કોચ ફેકટરીની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, તેમણે વંદેભારત ટ્રેનોને તૈયાર કરવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.અમને ફિલ્ડ યુનિટમાંથી જે પણ ફીડબેક મળી રહ્યો છે, અમે તેને સુધારામાં સામેલ કરી રહ્યા છીએ. કેસરી અને સ્લેટી રંગમાં જોવા મળશે વંદેભારત ટ્રેન: રેલમંત્રીએ ટવીટ કરીને પોતાની મુલાકાત દરમિયાનની વંદે ભારત ટ્રેનની તસ્વીર શેર કરી છે. જેમાં કેસરી રંગની વંદેભારત ટ્રેન નજરે પડી રહી છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, 28મી વંદેભારત ટ્રેનનો રંગ કેસરી અને સ્લેટી રહેશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વંદેભારત ટ્રેનનો કેસરી રંગ તિરંગાથી પ્રેરિત છે. આ પહેલા રેલમંત્રી વૈષ્ણવે દેશભરના હેરિટેજ માર્ગો પર ચાલનારી વિશેષ ટ્રેનનું અનાવરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં હેરિટેજ માર્ગો પર આવી અનેક ટ્રેનો શરૂ કરવામાં આવશે.