કેનેડામાં ભઆરતીયોની સામે હિંસાની ઘટનામાં થોડા સમયમાં વધારો થયો છે. કેનેડામાં ભારતીયોની સામે હેટ ક્રાઇમને લઇને મોદી સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં એક એડવાઇઝરી જાહેર કરી હતી. ભારત સરકાર દ્વારા જાહેર કરેલ એડવાઇઝરીના 10 દિવસોમાં જ કેનેડાના બ્રામ્પટન શહેરમાં આવેલ શ્રી ભગવદ ગીતા પાર્કમાં તેડફેડની ઘટના સામે આવી છે. કેનેડાના ભગવદ પાર્કમાં થયેલી તોડફોડની ઘટનાને ભારતે વખોડી કાઢી છે. કેનેડાની રાજધાની ઓટાવામાં ભારતીય ઉચ્ચઆયોગએ આ ઘટનાને હેટ ક્રાઇમ કહ્યો છે. તેની સાથે જ ભારતીય ઉચ્ચઆયોગએ આ કેસની તપાસના આદેશ આપ્યા છે.
ભારતીય ઉચ્ચઆયોગએ તપાસના આદેશ આપ્યા
કેનેડામાં ભારતના ઉચ્ચઆયોગએ આ ઘટનાની નિંદા કરી છે. તેની સાથે જ તેમણે આ ઘટનાની તપાસ અને કડક કાર્યવાહીની માંગણી કરી છે. ભારતીય ઉચ્ચઆયોગના અધિકૃત ટ્વિટર હેન્ડથી વિદેશ મંત્રાલયને ટેગ કરતા કેનેડાના અધિકારીઓ અને પોલીસ તપાસ કરવા અને અધિકારીઓની સામે ત્વરિત કાર્યવાહી કરવાની માંગણી કરી છે. કેનેડામાં ભારતીય ઉચ્ચઆયોગએ આ ઘટનાને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
- Advertisement -
We condemn the hate crime at the Shri Bhagvad Gita Park in Brampton. We urge Canadian authorities & @PeelPolice to investigate and take prompt action on the perpetrators @MEAIndia @cgivancouver @IndiainToronto pic.twitter.com/mIn4LAZA55
— India in Canada (@HCI_Ottawa) October 2, 2022
- Advertisement -
વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ નિવેદન
વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમણે કેનેડાની સાથે તિરસ્કારના આપરાધ, સાંપ્રદાયિક હિંસા આને ભારત વિરોધી ગતિવિધિઓની ઘટનાના મુદા ઉઠાવ્યા અને તપાસ કે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. મંત્રાલયે નિવેદન જાહેર કર્યું કે, કેનેડામાં અત્યાર સુધી આ અપરાધોના ગુનેગારોને ન્યાય માટે કોર્ટ લાવવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં કેનેડામાં રહે છે.
ભગવદ પાર્કમાં કૃષ્ણ- અર્જુનની સાથે બીજા દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે
ઉલ્લેખનીય છે કે, મેયર બ્રાઉનએ હાલમાં જ શ્રી ભગવદ ગીતા પાર્કનું ઉદઘાટન કર્યુ હતું. 3.75 એકરમાં ફેલાયેલા પાર્કમાં રથ પર ભગવાન કૃષ્ણ અને અર્જુન અને કેટલાક બીજા હિંદુ દેવતાઓની મૂર્તિઓ છે. હરિયાણા સરકારે કહ્યું કે, ભારતની બહાર આવેલો આ એક માત્ર ભગવદ ગીતા પાર્ક છે.