વિશ્ર્વ સિંહ દિવસની રંગેચંગે ઉજવણી
ગીર સિવાય 8 જિલ્લા સાથે વિદેશમાં પણ સિંહોની ડણક સંભળાય છે: સાસણ ગીરમાં ભવ્ય રેલી સાથે સિંહ સંરક્ષણ સેમિનાર યોજાયો: મુખ્યમંત્રીએ વિશ્ર્વ સિંહ દિવસની શુભેચ્છા પાઠવી
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરમાં મુક્ત મને વિહરતા વનના રાજાએ પોતાનું અધ્યાપતિ ફરી જમાવ્યું છે સિંહોની રખેવાળી થકી અને સ્થાનિકોની હૂંફ મળતા સિંહો એ ફરી ગીર જંગલ સિવાય અન્ય 8 જેટલા જિલ્લામાં પગપેસારો કર્યો છે અને દિવસે દિવસે સિંહોની વસ્તીમાં વધારો થતો ગયો છે છેલ્લી સિંહ વસ્તી ગણતરી પ્રમાણે 2020 માં 674 સિંહો ની સંખ્યા જોવા મળી હતી 2015 ની વસ્તી 523 નોંધાઈ હતી એટલે કે 151 સિંહોની વસ્તી વધી છે હાલ એક અવલોકન મુજબ સિંહોની સંખ્યા 700 થી વધુ રહી હોવાનું એક અનુમાન જોવા મળી રહ્યું છે. આજે 10 ઓગસ્ટ એટલે વિશ્ર્વ સિંહ દિવસે સાસણ ગીરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી સાસણમાં વન અધિકારી અને સ્થાનિક આગેવાનો તેમજ વન્ય પ્રેમીના લોકો જોડાયા હતા અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ સિંહોના મુખુટા પેહરી રેલીમાં જોડાયા હતા અને સિંહ સદન ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં સિંહો વિષે જાગૃતિ લાવવાનાં સંદેશ સાથે ઉપસ્થિત સૌ કોઇએ સિંહ વિષેના શપથ લીધા હતા.
તે સાથે વિશ્ર્વ સિંહ દિવસ નિમિતે સોંરાષ્ટ્રના 10 જિલ્લાની શાળામાં સિંહના મુખુટા પેહરી રેલી સાથે સિંહ સંરક્ષણ મુદ્દે વિશેષ સમજણ આપવામાં આવી હતી. વિશ્ર્વમાં સિંહોની ડણક સંભળાય છે તેની પાછળનું કારણ છેકે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ માત્ર ગુજરાત ના ઝૂ નહિ પણ દેશના અન્ય રાજ્યોમાં પણ સિંહો ઝૂમાં જોવા મળી રહ્યા છે તેની સાથે વિદેશ માંથી પણ અન્ય પ્રાણી લાવીને એશિયાટિક સિંહોની આપલે કરવામાં આવી છે આમ આજે વિશ્ર્વમાં એશિયાટિક સિંહોની ડણક સંભળાય છે જે ગીર માટે ગૌરવની વાત છે.
- Advertisement -
મુખ્યમંત્રીએ વિશ્ર્વ સિંહ દિવસની શુભકામના પાઠવી
આજે જયારે 10 ઓગસ્ટના સમગ્ર વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આજે વિશ્ર્વ સિંહ દિવસે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાસણ સિંહ સદન ખાતે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી જોડાયા હતા અને વિશ્ર્વ સિંહ દિવસ નિમિતે પોતાનું ઉદબોધન આપ્યુ હતુ. ગુજરાતનું ઘરેણું એશિયાટિક સિંહનું ઘર એટલે સાસણ ગીરના જંગલોમાં આજે સિંહો ના સંરક્ષણ અને રક્ષણ માટે રાજ્યસરકાર કટિબદ્ધ છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ લાઈન પ્રોજેક્ટ શરુ કરાયો છે. જેના થકી સિંહો ની વધુ જાળવણી થશે અને દિવસે દિવસે સિંહોની વસ્તી વધતી જાય છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસે સિંહોની જાળવણી સાથે વન્ય સંપદાનું જતન કરીયે તેવો શુભ કામના પાઠવી હતી.