ગણદેવીમાં 4 કલાકમાં 6 ઈંચ: વલસાડમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો: વલસાડમાં સ્ટેટ હાઈવે સહિત 14 માર્ગો બંધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
- Advertisement -
આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. વલસાડ અને ગણદેવીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં આજે ધોધમાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે. તેમજ પારડીના પલસાણામાં પુલ પર એક કાર ફસાઈ હતી. જેને ઉંઈઇની મદદથી સ્થાનિકોએ બહાર કાઢી હતી. ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે.
આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં ધોધમાર 4 ઇંચ વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેરમાં આવેલા મિશન કોલોની વિસ્તાર પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં ઘરોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 12 વર્ષથી નગર પાલિકાને વારંવાર રજૂઆત કરવા છત્તા વરસાદી પાણી નિકાલની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાના પંચાયત હસ્તક આવતા 12 માર્ગો, એક સ્ટેટ હાઇવે તેમજ અન્ય એક મુખ્ય માર્ગ મળી કુલ 14 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યાં છે.
વલસાડ જિલ્લાના પારડીના પલસાણા ગામેથી પસાર થતી ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ ગઈ હતી. કાર ચાલક કાર સહિત ફસાઈ ગયો હતો. જેથી જેસીબીની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ કાર ચાલકનું કાર સાથે રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો. બેરીકેટ માર્યા હોવા છતાં કારચાલક પુલ પરથી કારને પસાર કરાવી રહ્યો હતો જેને પગલે તે ફસાઈ ગયો હતો.
- Advertisement -
મધુબન ડેમના ચાર દરવાજા ખોલાયા
વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેથી મધુબન ડેમના ચાર દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યાં છે. ડેમમાં પાણીની14,216 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ડેમમાંથી 7288 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી દમણ ગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.