જૂનાગઢનાં વાઘેશ્વરી તળાવની નવસાધ્ય કામગીરીની શરૂઆત
જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું તળાવ
- Advertisement -
બોટિંગ વ્યવસ્થા થશે તો શહેરને વધુ એક પિકનીક પોઇન્ટ મળશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ શહેર અતિ પ્રાચીન નગરી તરીકેની ઓળખ ધરાવે છે.ત્યારે જૂનાગઢ શહેર અનેક ઐતિહાસિક સ્થળો સાથે કુદરતી સંપદાનો અતૂટ ભંડાર છે.જેમાં દત્ત – દાતરની ટેકરીઓ સાથે કુદરતી વાતાવરણ અને પહાડો વચ્ચે કુદરતી ડેમો જોવા મળે છે.એમાં પણ જયારે ચોમાસાની ઋતુમાં ગીરનાર અને દાતારના પહાડોનો નજારો કંઈક અલગ હોઈ છે ત્યારે જૂનાગઢ શહેરમાં કુદરતી રીતે અનેક તળાવો જોવા મળે છે.જેમાં એવા તળાવો છે કે, તેને જો નવસાધ્ય કરવામાં આવે તો એક પીકનીક પોઇન્ટ બની શકે છે.એવુજ એક તળાવ ગીરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ જે નવાબી કાળ સાથે વિસરાયેલું તળાવ છે ત્યારે વર્ષોથી સામાજીક સંસ્થા દ્વારા આ તળાવને નવસાધ્ય કરવાની માંગ હતી ત્યારે હવે વાઘેશ્વરી તળાવનું નવસાધ્ય કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
- Advertisement -
જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ કે, જેની કોઈપણ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે કે આ સ્થળે તળાવ હતું. જે રીતે નરસિંહ મહેતા સરોવર નવસાધ્ય થઈ રહ્યું છે એ જ રીતે આજથી 18 વર્ષ પહેલા 2006માં જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ તળાવને નવસાધ્ય કરાય તો પાણીના તળ ઊંચા આવે અને તળ સાજા થાય જેથી કુદરતી ગીરનારના જંગલમાંથી આવતા વરસાદી પાણીનો સંગૃહ થાય જેથી આસપાસના લોકોના ડંકી – વાવના તળ સાજા થઈ જવાના કારણે પાણીનો પ્રશ્ર્ન હલ થઈ શકે તેમજ દેશ-વિદેશથી તથા જુનાગઢના લોકો ફરવા આવતા સહેલાણીઓને જો તળાવમાં બોટિંગ મૂકવામા આવેતો જૂનાગઢનું એક નવા નજરાણા રૂપ ફરવાના સ્થળ તરીકે ઉપયોગી થઈ શકે, આ વિચારને મૂર્તિમંત કરવા લગભગ એ સમયે 51 જેટલી સંસ્થાઓએ કમર કસેલી અને હજારો- ટનબધ કાંપ દૂર કરી શ્રમયજ્ઞ કરેલ, જેની આગેવાની સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ તેમજ જુનાગઢના નગરજનો દ્વારા લેવામાં આવેલ હતી.
એક જમાનામાં કુદરતી સૌંદર્યથી છલકાતા તળાવમાં ભરાયેલી ગંદકી અને કાંંપ કાઢી સાથે ગારને કાઢી તળાવ ઊંંડું ઉતારવાનું કામ થાય તો જૂનાગઢની સુંદરતામાં વધારો થાય આ પ્રકારનો એ સમયે મ.ન.પા.જૂનાગઢ ને રજૂઆત કરેલ. જેમાં એ સમયે હજારો ટન કાંપ, કીચડ અને ગંદકી ભરીને કચરો ઉલેચવામાં આવ્યો હતો.લગભગ 1500 જેટલા સ્વયંસેવકો ના સહિયારા પ્રયાસોથી ખંભે-ખંભો મિલાવી શ્રમયજ્ઞ કરેલ. જેમાં સંતો મહંતો, રાજદ્વારી નેતાઓ, તબીબો, સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો, પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ લઈ રહેલા ઝારખંડ રાજ્યના 125 પોલીસ જવાનો હરખભેર જોડાયા હતા.
જૂનાગઢ વાઘેશ્વરી તળાવ હવે નવસાધ્ય બનવા જઈ રહ્યું છે ત્યારે આ તળાવ જો ચોમાસા પેહલા કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જળસંગ્રહ શક્તિ વધશે અને આસપાસના વિસ્તારોના પાણીના તળ ઊંચા આવશે અને જે રીતે નરસિંહ મેહતા સરોવરને નવા કલેવર સાથે શણગારવાની કામગીરી ચાલી રહી છે તેવી રીતે વાઘેશ્વરી તળાવને પણ બ્યુટીફીકેશન કરવામાં આવે અને તેમાં બોટિંગ સુવિધા ઉભી કરવામાં આવે તો ગિરનાર યાત્રા કરવા આવતા પ્રવાસીઓ અને ભવનાથ ફરવા આવતા શહેરીજનોને વધુ હરવા ફરવાના સ્થળ સાથે નવો પીકનીક પોઇન્ટ ઉભો થશે.



