વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટો ખુલાસો થવા પામ્યો છે. કોટિયા પ્રોજેક્ટને મિકેનિકલ બોટની મંજૂરી ન હતી. VMC એ પડલ બોટ ચલાવવા મંજૂરી આપી હતી. પોલીસે VMC પાસે કરારની નકલી માંગી છે. અત્યાર સુધી હરણી બોટ દુર્ઘટનામાં 12 થી વધુ બાળકો 2 શિક્ષિકાના મોત થયા હતા.
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટા ખુલાસા થયા છે. કોટિયા પ્રોજેક્ટ પરવાનગી વિના જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થતા VMCની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. કારણકે, VMCએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ માટે VMC પાસે કંપની સાથે થયેલા મૂળ કરારની નકલની કરી માગ છે. ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા MOUની નકલ અપાતા પોલીસે કરારની કૉપી માગી છે. તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધા આપવાનો નિયમ હતો જેનું પણ કોટિયા પ્રોજેક્ટ દ્વારા પાલન કરવામાં નથી આવ્યું. મહત્વનું છે કે ગત ગુરુવારે હરણી તળાવમાં બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષિકાના થયા હતા મોત. કેસમાં પોલીસે 18 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે જેમાંથી અત્યાર સુધીમાં 7ની ધરપકડ થઈ છે.
- Advertisement -
કોણ છે બિનીત કોટિયા?
બિનીત કોટિયા કોટિયા ફુડ્સ કંપનીનો મુખ્ય પાર્ટનર છે. હરણી લેકઝોન પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સનાં હસ્તે હતો. 32 વર્ષીય બિનીત કોટિયા કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર કામ કરી રહ્યો હતો. મૂળ ભરુચનો રહેવાસી બિનીત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહે છે.
કમિશનરે આપી હતી માહિતી
હરણી તળાવ બોટ ઘટના મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવા લાગ્યાં છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 20 જાન્યુઆરીનાં મોટી માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું કે આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની સઘન પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, પરેશ શાહ અને નિલેશ જૈનને રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓની જાણ કરવામાં આવી હતી. પોલીસને આના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા છે.
પિકનીક બોટ કેવી રીતે ઊંધી વળી
વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં 16 બાળકોના મોત થયાં છે. બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા. ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા.
- Advertisement -
કોણ છે બોટનો કોન્ટ્રાક્ટર ?
હરણી લેકમાં જે બોટ ડૂબી ગઈ હતી તેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને નામે છે જે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.