વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસે કવાયત શરૂ કરી છે. આ દરમિયાન સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એક વખત ધમકી મળી છે. CISFને એક ઈ-મેલ મળ્યો હતો, જેમાં વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. આ ધમકીના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. વધુમાં એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારોમાં બોમ્બની તપાસ શરુ કરી દેવામાં આવી છે.
- Advertisement -
મળતી માહિતી પ્રમાણે, વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળતા જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. CISFના ઇમેઇલ પર મળેલા એક મેઈલથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસે કવાયત શરુ કરી છે. જો કે, કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી. સાયબર ક્રાઇમ દ્વારા પણ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શુક્રવારે 11 વાગે CISFને આ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી.
તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી
આ અંગેની માહિતી મળતાંની સાથે જ વડોદરા એરપોર્ટ ખાતે તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટાફના માણસોને બંદોબસ્તમાં તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યા હતા. સાથે જ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા હરણી એરપોર્ટના સંકુલ ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જગ્યાઓ પરથી કોઈ બોમ્બ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. પોલીસ દ્વારા જે ઇ-મેઇલ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો એની તપાસ શરૂ કરાઈ છે.
4 મહિના પહેલા મળી હતી ધમકી
મહત્ત્વની બાબત છે કે અગાઉ 4 મહિના પહેલાં વડોદરા હરણી એરપોર્ટને ઇ-મેઇલ દ્વારા ધમકી મળી ચૂકી છે અને ત્યારે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ત્યારે ફરી એકવાર આ પ્રકારે ધમકી બાબતે પોલીસ ફરી એકવાર એક્શનમાં આવી છે. હરણી એરપોર્ટ ખાતે ઇ-મેઇલ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ મળતાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે, ઇ-મેઇલ કોના દ્વારા કરાયો હતો એની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસ દ્વાર શરૂ કરાઈ છે.