- ગુજરાતની 6 મનપાની ચૂંટણીના પરિણામો
- વડોદરા મનપાની 76 બેઠકો માટે યોજાઈ હતી ચૂંટણી
- આ વખતે ચૂંટણીમાં 47.84 ટકા જેટલું મતદાન યોજાયું હતું
11.50 સુધીની અપડેટ
વડોદરામાં કોંગ્રેસ 5 પર વિજયી બની છે જ્યારે ભાજપે 3 બેઠકો જીતી છે.
- Advertisement -
વડોદરામાં 11 વાગ્યા સુધીની અપડેટ
વડોદરામાં ભાજપમાં 16 બેઠક પર આગળ છે જ્યારે કોંગ્રેસની 8 આગળ છે. વડોદરામાં વોર્ડનંબર 1માં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે.
વડોદરામાં જીત
- Advertisement -
1 | વોર્ડ -1 | 1 | General Female | પુષ્પાબેન રાજુભાઈ વાઘેલા | ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ | 19416 |
1 | વોર્ડ -1 | 2 | General Female | અમી નરેન્દ્રકુમાર રાવત | ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ | 19059 |
1 | વોર્ડ -1 | 3 | General | જહાભાઈ અનુભાઈ દેસાઈ | ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ | 18767 |
1 | વોર્ડ -1 | 4 | General | હરીશભાઈ રતીભાઈ પટેલ | ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ | 16116 |
વડોદરામાં 10.20 સુધીની અપડેટ
વડોદરાની મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. એમ.એસ પોલિટેક્નિક કોલેજમાં મતગતણરી દરમિયાન હોબાળો થયો હતો.
આ મતગણતરી વડોદરા પોલિટેક્નિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં 279 ઉમેદવારોના ભવિષ્યનો પણ આજે ફેંસલો થઇ જશે, આ પ્રક્રિયામાં જો કે સૌથી પહેલા 2228 બેલેટ પેપરોની ગણતરી હાથ ધરાશે, જેના પછી 1295 ઈવીએમ મશીનોના મતોની ગણતરી હાથ ધરાશે.
મહત્વનું છે કે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું, જેમાં વડોદરા સહિત ગુજરાતના 6 મહાનગરો માટે મતદાન થયું હતું, આજે એ બધા મહાનગરોની મતગણતરી હાથ ધરાશે, જેમાં વડોદરા મનપાની 76 સીટો માટે પણ ગણતરી યોજાશે.
રવિવારે યોજાયું હતું મતદાન
નોંધનીય છે કે હાલમાં એક લાંબા સમયથી વડોદરા મનપામાં ભાજપનું જ શાસન રહ્યું છે, અને આ વખતે પણ ભાજપે મિશન 76ના લક્ષ્ય સાથે 76 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા, અને કોંગ્રેસના પણ 76 ઉમેદવારો જ મેદાનમાં છે, જો કે સાથે જ AAPના 41, અન્ય પક્ષોના 56 અને અપક્ષના 30 ઉમેદવારોના ભવિષ્યનું પણ આજે પરિણામ આવી જશે.
વડોદરા મનપા ચૂંટણીમાં કુલ 47.84% નોંધાયુ છે મતદાન
સૌથી પહેલા રાઉન્ડમાં 1, 4, 7, 10, 13, 16 વોર્ડની, બીજા રાઉન્ડમાં 2, 5, 8, 11, 14, 17 વોર્ડની, ત્રીજા રાઉન્ડમાં 3, 6, 9, 12, 15, 18 વોર્ડની ગણતરી યોજાશે, આ ચૂંટણીમાં કુલ 47.84 ટકા મતદાન યોજાયું હતું.
કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને મતગણતરી સુવિધા ઉભી કરવામાં આવી છે, જેમાં માસ્ક, સૅનેટાઇઝર, મેડિકલ ટીમવગેરે પણ તૈનાત રહેશે. કર્મચારીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને સાથે જ સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઉમેદવારો અને તેમના એજન્ટોને જ પ્રવેશ અપાશે
આ સેન્ટર પર ઉમેદવારો અને તેમના એજન્ટોને જ પ્રવેશ અપાશે, સાથે જ 500 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લગભગ 400 જેટલા કર્મચારીઓની મદદથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન છે.