વિશ્વની 50 શ્રેષ્ઠ સેન્ડવીચની યાદીમાં માત્ર એક ભારતીય વાનગીનો સમાવેશ
વડાપાવ એ સૌથી લોકપ્રિય અને ટેસ્ટી ભારતીય વાનગી છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડાપાવ દેશનાં અન્ય ભાગોમાં પણ પ્રખ્યાત છે. તાજેતરમાં, વડાપાવને વિશ્વની 50 શ્રેષ્ઠ સેન્ડવીચમાંની એક તરીકે ઓળખવામાં આવી હતી. આ યાદી લોકપ્રિય ફૂડ એન્ડ ટ્રાવેલ ગાઈડ, ટેસ્ટ એટલાસ દ્વારા બહાર પાડવામાં આવી હતી.
- Advertisement -
આ પહેલીવાર નથી જ્યારે વડાપાવને વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવીચમાં સામેલ કરવામાં આવ્યું હોય, ગયાં વર્ષે, આ જ માર્ગદર્શિકા દ્વારા વડાપાવને વિશ્વભરમાં 19મું સ્થાન મળ્યું હતું. પરંતુ આ વર્ષે તેનું રેન્કિંગ ઘટીને 39 થયું છે. જાન્યુઆરી 2025 સુધીમાં, ટેસ્ટ એટલાસની વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવીચની ટોપ 50 માં ભારત તરફથી વડાપાવ એકમાત્ર ફુડ છે.
ટેસ્ટ એટલાસ તેની વેબસાઈટ પર લખ્યું કે, “આ પ્રતિષ્ઠિત સ્ટ્રીટ ફૂડ અશોક વૈદ્ય નામનાં વિક્રેતાએ સૌપ્રથમ વખત બનાવ્યું હતું, જેઓ 1960 અને 1970ના દાયકામાં દાદર ટ્રેન સ્ટેશન પાસે કામ કરતાં હતાં. તેમણે ભૂખ્યા કામદારોને સંતોષવાનો પ્રયાસ કરતા વડાપાવ બનાવ્યું હતું.