ભારત સરકાર દ્વારા ૧૫થી ૧૮ વર્ષના વિદ્યાર્થી મિત્રોને કોવેક્સિનનો ડોઝ આપવાની શરૂઆત થઈ તે અંતર્ગત મેંદરડા શહેર માં આવેલ માતૃશ્રી કન્યા વિદ્યાલય તેમજ નિજાનંદ સ્કૂલ ખાતે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થી મિત્રોએ હોસે હોસે વેક્સિન મુકાવી કોરોના મુક્ત ભારત બનાવવા સૌને સંદેશ આપેલ આ કેમ્પ ના માર્ગદર્શક તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હેમાંશુ લાખાણી સાહેબ ડોક્ટર મેંદપરા સાહેબ નર્સિંગ સ્ટાફ ભાવનાબેન તેમજ આશિષભાઈ જોશી આશાવર્કર બહેનો દ્વારા ખાસ વેક્સિન આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ આ તકે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર દીપકભાઈ બલદાણીયા આચાર્ય પલ્લવીબેન માવાણી શિક્ષક સ્ટાફ આશિષભાઈ ગાંધી નિશાબેન ડોડીયા આ કેમ્પને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા