રાજકોટ શહેરમાં નવા ભળેલા મોટામવા ગામમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુ.મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સુરેન્દ્રનગરના પ્રભારી નિતીનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ દ્વારા વેકસીનેસન કેમ્પ શનિવારે સવારે ૯ થી ૧ સમય દરમ્યાન યોજવામાં આવ્યો હતો.
જેમાં ૪૦૦ લોકોને કોરોના વેકસીન મુકવામાં આવી હતી અને તમામ લોકો કોરોના રક્ષિત થયા હતા. પ્રદેશ કિસાન મોરચા આયોજીત વેકસીનેસન કેમ્પમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર ઓ વિનુભાઈ સોરઠીયા, લીલુબેન જાદવ, ફર્નાન્ડિઝભાઈ પાડલીયા, રણજીતભાઈ સાગઠિયા તેમજ વોર્ડ નં.૧૧ના પ્રમુખ-મહામંત્રીઓ અને મોટામવા ગામના આગેવાન મોહનભાઇ મેઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ તકે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી રાઠોડ સાહેબ, વોર્ડના ઓફિસર ફાલ્ગુનીબેન, મોટામવાના આરોગ્ય અધિકારી ડો.મહેતા સાહેબ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રતિ