અભ્યાસની સાથે કલા ક્ષેત્રે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન: 142 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીનીઓને અભ્યાસ ઉપરાંત સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આ સ્પર્ધામાં કુલ 142 વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 74 રંગોળીઓ બનાવી હતી. વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રેરિત ચિત્ર નગરી ગ્રુપના નિર્ણાયક આસિતભાઈ ભટ્ટ અને ચૈતન્યકુમારે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
- Advertisement -
આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ વુમન ડેવલપમેન્ટ સેલના ક્ધવીનર ડો. દર્શનાબેન પટેલ અને તેમની ટીમે સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી. કોલેજના ટ્રસ્ટીઓએ આ સફળ આયોજન બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિજેતા વિદ્યાર્થીનીઓ:
પ્રથમ ક્રમાંક: ચાર્મી ખાસિયા અને લીઝા ભાલોડી (ત્રીજું સેમ, કોમ્પ્યુટર)
દ્વિતીય ક્રમાંક: દિવ્યતા મકવાણા અને બંસી ધોરીયાણી (ત્રીજું સેમ, કોમ્પ્યુટર)
તૃતીય ક્રમાંક: જેની માકડીયા અને દિયા હરસોડા (પ્રથમ સેમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી)