ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વપ્રથમ સેલ્ફ ફાઈનાન્સ ડીગ્રી એન્જિનિયરીંગ કોલેજની શરૂઆત કરનાર, ભારતની બેસ્ટ એન્જિનિયરીંગ કોલેજના રાષ્ટ્રીય એવોર્ડ સહિત અનેક એવોર્ડથી સન્માનિત વી.વી.પી. એન્જિનિયરીંગ કોલેજ દ્વારા આ વર્ષથી ડિપ્લોમા એન્જિનિયરીંગની શરૂઆત થઈ રહી છે. વી.વી.પી. દ્વારા મિકેનિકલ, ઈલેકટ્રીકલ, કેમિકલ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરીંગ અને સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા એન્જિનિયરીંગની શરૂઆત થઈ રહી છે.
29 વર્ષોથી ‘રાષ્ટ્રીય સ્વાહા ઈદં ન મમ- મારું બધું જ મારા રાષ્ટ્રને અર્પણ’ મૂળમંત્ર સાથે કાર્યરત વી.વી.પી. એન્જિનિયરીંગ કોલેજ ડીગ્રી એન્જિનિયરીંગ કોલેજ ક્ષેત્રે શિરમોર સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે ડિપ્લોમા ક્ષેત્રે પણ વી.વી.પી. સંસ્કારયુક્ત શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ પ્લેસમેન્ટ આપવા કટિબદ્ધ છે. 29 વર્ષોમાં વી.વી.પી.ને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.
એનર્જી ઓડીટ, એન.એ.બી.એલ, એપ્રુવ્ડ એન્વાયરમેન્ટ ઓડીટ, એન.એ.બી.એલ. એપ્રુવ્ડ મટિરિયલ ટેસ્ટીંગ લેબ. અદ્યતન ક્લાસરૂમ, અત્યાધુનિક લેબોરેટરી, આઈ.આઈ.ટી. બોમ્બેના સહયોહથી ઈ યંત્ર લેબોરેટરી, ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ચેસ, કેરમ, બેડમિંટન, ટેબલટેનિસ, સહશૈક્ષણિક, સાંસ્કૃતિ અને ઈત્તર પ્રવૃત્તિઓ સુવિધાઓ, 60000થી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરીથી સુસજજ વી.વી.પી. કેમ્પસમાં ડિપ્લોમા એન્જિનિયરીંગ માટે ડીગ્રી સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ છે.
વી.વી.પી.એ 29 વર્ષોમાં અનેક વિદ્યાર્થી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. લેપટોપ સબસીડી, ટ્રાન્સપોર્ટેશન સબસીડી, વિદ્યાથી-વાલીનો વીમો, ફ્રી હેલ્મેટ, બુક બેંક, ટુલ બેંક, કોલેજ કેમ્પસમાં વિનામૂલ્યે ઈન્ટરનેટ, વર્કશોપ, કોમ્પ્યુટર સેન્ટર, એન.સી.સી., એન.એસ.એસ., લાયબ્રેરી, સ્પોર્ટસ સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. વી.વી.પી. એ+ ગ્રેડ ધરાવતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલ છે. જી.ટી.યુ.ના પરિણામોમાં વી.વી.પી. મહદ્અંશે સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ ક્રમાંક અને ગુજરાતમાં ટોપ ફાઈવમાં ક્રમાંક પ્રાપ્ત કરે છે.
કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અને મેનેજમેન્ટ કવોટા પ્રવેશ માર્ગદર્શન માટે વી.વી.પી.ની મુલાકાત લેવા સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર, ડો. નરેન્દ્રભાઈ, ડો. નવીનભાઈ શેઠ તથા આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારાએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીઓને અનુરોધ કર્યો છે.
વી.વી.પી.ના આચાર્ય ડો. પિયુષ વણઝારા, મિકેનિકલ વિભાગના પ્રોફેસર અને હેડ ડો. નિરવ મણીયાર, સિવિલ વિભાગના એસોસિએટ પ્રોફેસર અને હેડ ડો. જે. વી. મહેતા, વી.વી.પી. પ્રચાર પ્રસાર સમિતિના ક્ધવીનર ધવલભાઈ જોશી તથા સભ્ય કેતનભાઈ પરમારે ‘ખાસ-ખબર’ની મુલાકાત લીધી હતી.
- Advertisement -
મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કેમિકલ, IT કોમ્પ્યુટર અને સિવિલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ભણાવાશે
વી.વી.પી. કોલેજ પ્લેસમેન્ટ
વી.વી.પી. 100 ટકા પ્લેસમેન્ટ આપવા કટિબદ્ધ છે. વી.વી.પી.ના વિદ્યાર્થીઓ રિલાયન્સ, નયારા, મેટ્રીક્સ, ઝાયડસ, આઈ.આર.એમ. એનર્જી, રોલેક્ષ, ઈ-ઈન્ફોચીપ, ટી.સી.એસ., મહિન્દ્રા, ઈન્ફોસીસ, પેલીકોન, ઈન્ટાસ, જ્યોતિ બોસ્ક, ઈ.વી.પી, ફેરોમેટિક મીલેક્રોન, વિપ્રો, સિદ્ધિ સિમેન્ટ, જેટકો વગેરે 100થી વધુ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પસંદગી પામ્યા છે.