ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને આજે બચાવી લેવાશે તેવી સંપૂર્ણ શક્યતા છે. 50 મીટરથી વધુ મેન્યુઅલ ડ્રિલિંગનું કામ પૂર્ણ થયું છે.
12 નવેમ્બરથી ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. પરંતુ હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે. અત્યારે મેન્યુઅલ ડ્રિલિંગની કામગીકી ચાલી રહી છે.
- Advertisement -
50 મીટરથી વધુ મેન્યુઅલ ડ્રિલિંગ કામ પૂર્ણ થયું
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને આજે બચાવી લેવાશે તેવી સંપૂર્ણ શક્યતા છે. 50 મીટરથી વધુ મેન્યુઅલ ડ્રિલિંગનું કામ પૂર્ણ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કામદારો હવે માત્ર 5-6 મીટરના અંતરે છે. ફૂડ પેકેટ ફરીથી ટનલની અંદર પહોંચાડવામાં આવ્યા છે.
Uttarakhand tunnel rescue: Manual drilling underway, 50 metres crossed so far in total
Read @ANI | https://t.co/lxj1V81GC3#UttarakhandTunnelRescue #Uttarakhand #Uttarkashi pic.twitter.com/jrjNyUjce0
- Advertisement -
— ANI Digital (@ani_digital) November 28, 2023
વી.કે.સિંહે મજૂરો માટે પૂજા કરી હતી
બચાવને સફળ બનાવવા માટે વિજ્ઞાનની સાથે સાથે દરેકનું ધ્યાન આધ્યાત્મિકતા તરફ પણ છે. દરેક ધર્મ અને જાતિના લોકો અંદર ફસાયેલા 41 જીવોને બચાવવા પ્રાર્થના કરી રહ્યા છે. આજે સવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે સુરંગ પાસે બાબા ભોળાનાગના મંદિરમાં પૂજા અને હવન કર્યા હતો. આ દરમિયાન ઘણા લોકો ત્યાં હાજર હતા.
હવામાન સાથે આપશે !
જો હવામાન આજે સાથ આપે તો સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા બચાવ કાર્યમાં કોઈ અડચણ નહીં આવે. સોમવારે મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. જેના કારણે બચાવ ટુકડીઓની ચિંતા વધી ગઈ હતી. પરંતુ સાનુકૂળ હવામાનને કારણે બચાવ ટુકડીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને બચાવ કાર્ય ચાલુ છે.
બચાવ કાર્યકર્તાઓ 50 મીટરથી વધુ પહોંચી ગયા
કામદારો સુધી પહોંચવા માટે SJVNLએ ટનલના ઉપરના ભાગમાંથી વર્ટિકલ ડ્રિલિંગ કર્યું છે, જ્યારે રેટ માઇનર્સની ટીમ સિલ્કિયારા બાજુથી સ્ટીલની પાઈપોની આડી એક્ઝિટ ટનલ બનાવવા માટેની ઊભી છે. મેન્યુઅલ ડ્રિલિંગ કામ થોડા કલાકોમાં પૂર્ણ કરી શકાશે. બચાવ કાર્યકર્તાઓ અત્યાર સુધી 50 મીટર સુધી પહોંચી ગયા છે. લગભગ 7 મીટર વધુ ડ્રિલિંગ થશે.