WHOએ મીઠું ખાવાને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં બ્લડ પ્રેશર અને હ્રદયના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઓછા સોડિયમ યુકત મીઠાંનો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપવમાં આવી છે. વધારે પડતું મીઠું ખાવું એ હાનિહારક સાબિત થઈ શકે છે.
એક સ્ટડી અનુસાર, સામન્ય મીઠાના સ્થાને ઓછા સોડિયમ અને વધારે પોટેશિયમ યુક્ત મીઠાંના ઉપયોગથી સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે. આ એવા લોકો માટે ફાયદાકારક છે જેમને પહેલા પણ સ્ટ્રોક આવી ચૂક્યો છે. આવા લોકોએ મીઠાંના સ્થાને અન્ય વિકલ્પો પસંદ કરવા જોઈએ. વધારે મીઠું ખાવું એ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અન વધારે પડતું મીઠાના ઉપયોગથી ઘણી બધી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. WHOના મત મુજબ દુનિયાભરમાં મોટા ભાગના લોકો દિવસનું 10.8 ગ્રામ જેટલું મીઠું ખાય છે, જે શરીરની જરૂરિયાત કરતાં ઘણું વધારે છે.
- Advertisement -
જો આમ જ ચાલ્યા રાખશે તો આવનારા 5થી 6 વર્ષમાં જ 70 લાખ જેટલા લોકો મીઠાંના કારણે થનારી ગંભીર બીમારીઓથી પોતાનો જીવ ગુમાવી શકે છે. મીઠાંમાં સોડિયમ અને પોટેશિયમ બંને હોય છે.
JAMA કાર્ડિયોલોજીમાં પબ્લિશ થયેલી આ સ્ટડી અનુસાર, સ્ટ્રોકનાં કારણે મોત થઈ શકે છે અથવા શરીરનના અંગો કામ કરતા બંધ થઈ શકે છે. જેને એકવાર સ્ટ્રોક આવી ચૂક્યો છે તેઓને બીજીવાર સ્ટ્રોક આવવાના ચાન્સ વર્ષમાં 10 ટકા અને પાંચ વર્ષમાં 15 ટકા વધી જાય છે. જેનું મુખ્ય કારણ હાયપરટેંશન હોય છે, જે વધારે પડતું મીઠું ખાવાથી થાય છે. આ જ કારણે સ્ટ્રોકથી બચવા માટે ઓછું સોડિયમ અને વધારે પોટેશિયમ ખાવાની સલાહ આપવામાં આવી છે .
લોઅર સોડિયમ સોલ્ટ સબસ્ટીટયૂટ (LSSS) સામન્ય રીતે આપણે જે મીઠું ખાઈએ છીએ એનો વિકલ્પ છે. જેમાં ઓછું સોડિયમ હોય છે અને સામાન્ય મીઠાં જેવો જ સ્વાદ મળે માટે પોટેશિયમ ક્લોરાઇડ અથવા બીજા તત્વો મિક્ષણ કરવામાં આવે છે. જે ખાવાથી નુકસાન થતું નથી.
- Advertisement -
ઓછા સોડિયમ યુક્ત મીઠાના ઘણા ફાયદા છે જેમકે, હ્રદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. શરીરમાં વોટર રિટેન્શન ઓછું કરવામાં મદદ કરે છે. વજન કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે. બ્લડ પ્રેશર અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (CVD) જેવી ચિંતાઓ ઓછી થાય છે.
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે ઓછું મીઠું ખાવા માંગો છો તો પોટેશિયમ બેસ્ડ સોલ્ટ, હર્બલ સોલ્ટ અને સોલ્ટ ફ્રી સીજનિંગનો ઉપયોગ કરી શકાય છે. જો કે એના માટે સામાન્ય મીઠાંને બદલવાની જરૂર નથી, પરંતુ ખાવા-પીવામાં બરાબર ધ્યાન આપવું જોઈએ. બહુ જ વધારે પેકેજ કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી બચવું જોઈએ. કારણ કે, તેમાં પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ યુક્ત મીઠાંનો ઉપયોગ કરવામાં આવે છે, જે બ્લડ પ્રેશર વધારે છે. ડાયટમાં પોટેશિયમ યુક્ત આહાર જેમ કે કેળાં, સંતરા, બટાટા, પાલક, અંજીર વગેરે લઈ શકાય.