હિંદૂ ધર્મમાં પ્રથમ પૂજનીય માનવામાં આવતા ગણપતિની પૂજાથી જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. બુધવારના દિવસે કરવામાં આવતી પૂજાના જે ઉપાયને કરતા જ ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે તે જાણવા માટે વાંચો….
રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની હિંદુ ધર્મમાં સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. ગણપતિને સુખકર્તા અને દુઃખહર્તા કહેવામાં આવે છે કારણ કે તેમની સાધનાથી જીવન સંબંધિત તમામ દુ:ખ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કોઈપણ શુભ કાર્ય કે દેવી-દેવતાઓની પૂજાને સફળ બનાવવા માટે ભગવાન ગણેશની પૂજા તે પહેલા જરૂર કરવામાં આવે છે. જેથી તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે.
- Advertisement -
તમે જ્યારે ઈચ્છો ત્યારે ગણપતિની પૂજા કરી શકો છો. પરંતુ બુધવારે ગણેશ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે કારણ કે આ દિવસ ગણપતિની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશની પૂજા સાથે સંબંધિત અચુક ઉપાય.
ગણપતિ પૂજાના ઉપાય
-કોઈ પણ ભગવાનની પૂજા ત્યાં સુધી સંપન્ન નથી માનવામાં આવતી જ્યાં સુધી તેમને પ્રસાદ ન ચઢાવવામાં આવે. એવામાં ગણપતિની પૂજા કરતી વખતે તેમના સૌથી પ્રીય માનવામાં આવતા મોદક જરૂર ચઢાવો. જો સંભવ ન હોય તો તમે તેને ગોળ અથવા ગોળથી બનેલા માલપુઆ પણ ચઢાવી શકો છો.
-ગણપતિ પૂજાના સમયે ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે લાલ સિંદૂર, લાલ ફૂલ અને દૂર્વા ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ગણપતિજીને ખૂબ જ પ્રિય છે અને તેનો ઉપયોગ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
-જો તમે કોઈ કારણસર બુધવારે ગણપતિ મંદિરમાં ન જઈ શકો અથવા તો તમને ભગવાન શ્રી ગણેશની કોઈ મૂર્તિ કે ચિત્ર ન મળે તો તમે ઘરે જ સોપારી પર નાડાછડી લપેટીને તેને ગણપતિ માનીને પ્રાર્થના કરી શકો છો.
-જો તમારા જીવનમાં અડચણો ખૂબ આવે છે તો દર બુધવારે ‘‘ॐ गं गणपतये नम:’ અથવા ‘ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात्’ મંત્રનો જાપ કરો અને ભગવાન ગણેશની સામે દીવો કરો.
-સનાતન પરંપરામાં કાચા ચોખા એટલે કે અક્ષતનું ઘણું ધાર્મિક મહત્વ છે. ગણપતિ પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને પોતાની વિશેષ કૃપા વરસાવે છે.
ગણપતિ પૂજાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગણપતિજીને વિઘ્નોનો નાશ કરનાર કહેવામાં આવે છે. જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને બળ, બુદ્ધિ વિદ્યાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે કોઈપણ કાર્ય કરતા પહેલા સર્વશક્તિમાન ભગવાન ગણેશની પૂજા કરવાથી તે કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.