મસાલાને આયુર્વેદનો ખજાનો પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ભારત મસાલાનો દેશ કહેવાય છે કારણકે ભારતમાં બનતી દરેક વાનગીઓમાં મસાલાનો ભરપૂર ઉપયોગ થાય છે. મસાલા ખાવામાં સ્વાદને ઘણું વધારી દે છે. સાથે જ મસાલાને આયુર્વેદનો ખજાનો પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમે તમારા દરરોજના જીવનમાં એ મસાલાનો ઉપયોગ જરૂરથી કરવા લાગશો.
- Advertisement -
1. માથાના દુખાવા માટે આદું
ઘણી વખત કામ અને જવાબદારીઓને કારણે માથાનો દુખાવો થાય છે એવામાં તમે આદું વાળી ચા પી લેશો તો તમારા માથાનો દુખાવો દૂર થઈ જશે. ફક્ત માથાનો દુખાવો જ નહીં પણ જો તમને ગભરામણ થાય છે એ સમયે પણ આદુની ચા પીવી લેવી જોઈએ.
- Advertisement -
2. દાઝવા અને ઘા લાગવા પર હળદર
દાઝી જવા પર કે કોઈ ઘા લાગવા પર જો હળદરને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને ઇન્ફેકટેડ એરિયામાં તેને લગાવી દેવામાં આવે તો જલ્દી જ રૂઝ આવી જાય છે.
3. નીંદર ન આવવા પર જાયફળ
જે લોકોને નિંદર ન આવવાની પરેશાની હોય છે એમની માટે જાયફળ કોઈ ઔષધિથી ઓછી નથી. જાયફળને પીસીને પાઉડર બનાવી અને પાણી સાથે તેનું સેવન કરવાથી સારી નિંદર આવે છે.
4. દાંતના દુખાવા માટે લવિંગ
લવિંગ એક સુગંધિત મસાલો છે જેમાં ઇયુનોલ મળી રહે છે જે એક નેચરલ એનેસ્થેટીક છે. દાંતનો દુખાવો થવા પર લવિંગને ચાવવાની સલાહ આપવામાં આવે છે. આવું કરવાથી દુખાવામાં રાહત મળે છે.
5. વાળ ખરવા પર મેથી
હાલના યુગમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્થી ફૂડ હેબિટ્સને કારણે વાહલ ખરવા, ગંજાપણું અને પાતળા વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે એવામાં મેથીના ઉપયોગથી છુટકારો મળી શકે છે.
6. મોઢાની દુર્ગંધ માટે દાલચીની
મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે દાલચીની ચાવી લેવી જોઈએ.
7. વજન ઓછું કરવા માટે જીરું
આજકાલ વધતાં વજનને કારણે લોકો ઘણા પરેશાન રહે છે તેને ઓછું કરવા માટે જીરાને આખી રાત પાણીમાં પલાળીને સવારે એ પાણીને પી જાઓ.