અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા ભારતીય નાગરિકો માટે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ આ પ્રક્રિયાને ઝડપી બનાવાનો નિર્ણય લીધો છે. બાઈડન સરકારે વિઝા અને ગ્રીન કાર્ડ માટેની કેટલીક મહત્વની કેટેગરીના પ્રીમિયમ પ્રોસેસિંગના વિસ્તરણની યોજના જાહેર કરી છે.
મહત્વનું છે કે વિદેશી વિદ્યાર્થીઓની ટ્રેનિંગને લગતી કેટેગરી માટે જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અરજદારો 2,500 ડોલર ચૂકવીને અરજીને ઝડપી બનાવી શકાશે. બાઈડન સરકારે વિઝાની પ્રક્રિયા અંગે મહત્વની જાહેરાત કરી છે જેમાં વિઝાની કેટેગરીનું વિસ્તરણ તબક્કાવાર ધોરણણે કરવામાં આવશે. જેમાં ગ્રીન કાર્ડ EB-1 અને EB-2 એપ્લિકેશનના પ્રીમિયમ પ્રોસેસિંગથી શરૂઆત કરવામાં આવશે. અગાઉ E-13 ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર ક્લાસિફિકેશન હેઠળ ફાઈલ કરાયેલા ફોર્મ I-140 ઉપરાંતની આ પ્રક્રિયા હશે.
- Advertisement -
કાનૂની ઈમિગ્રેશન સિસ્ટમ પરથી ભારણણ ઘટાડવા માટે તથા કાર્યક્ષમતા વધારવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યા છે. ‘માર્ચમાં અમે કેટલાક F1 વિદ્યાર્થીઓના પ્રીમિયમ પ્રોસેસિંગનું વિસ્તરણ કરીશું. જેમાં ઓપ્શનલ પ્રક્ટિકલ ટ્રેનિંગ (OPT)ની જોગવાઈ હશે.’ એશિયન્સ અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ અંગે પ્રેસિડેન્શિયલ એડવાઈઝરી કમિશનના એક ભારતીય અમેરિકન સભ્ય અજય જૈન ભુટોરિયાએ ગયા વર્ષે કરેલી ભલામણના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકા દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બિઝનેસ વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને તે પ્રક્રિયા વધુ સરળ બને તે માટે સ્ટાફ વધારવા સહિતના જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. આ વિષયમાં યુએસ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ કોમર્સ ફોર ગ્લોબલ માર્કેટ્સ અરૂણ વેન્કટરામને કહ્યું હતું કે બિઝનેસ તરફ અમે 2022માં ઇં1ઇ અને ક વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ મેળવી છે. સીધી નિમણૂકની સંખ્યા અમે બમણી કરી દીધી છે.