અમેરિકાના પ્રવાસ વેળાએ આજે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ છે. જેમાં અમેરિકા દ્વારા ભારતમાં 2 નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવા ઉપરાંત અનેક મુદ્દે ચર્ચા થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યા અનેક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. હાલ પ્રવાસના બીજા દિવસે આજે તેઓ વોશિંગ્ટન ડીસીમાં છે. આજે અહીં તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યા તેઓએ હજારો ભારતીય અને અમેરિકન નાગરિકોને સંબોધિત કર્યા હતા. આ બાદ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ છે. આ દરમિયાન મહત્વ પૂર્ણ મુદા પર ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યાં PMOએ PM મોદી અને રાષ્ટ્રપતિ બિડેન વચ્ચેની મુલાકાતની તસવીર ટ્વીટ કરી હતી.
- Advertisement -
#WATCH | With this visit, we are demonstrating once more how India and US are collaborating to deliver progress across the world. From designing new ways to diagnose cancer and diabetes to collaborating on the international pace centre and treat illnesses like cancer and diabetes… pic.twitter.com/iohsLLl0yg
— ANI (@ANI) June 22, 2023
- Advertisement -
2 નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવામા આવશે
આ દરમિયાન જો બાઇડેન અને PM મોદીનું સંયુક્ત નિવેદન સામે આવ્યું છે. જેમાં કહ્યું હતું કે ભારત અમેરિકાના સંબંધો સૌથી મજબૂત છે અને બંને દેશોમાં ભાગીદારી વધારવાની વાત થઈ છે. તેમજ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ભારતમાં અમદાવાદ અને બેંગલુરુમાં 2 નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવામા આવશે. PM મોદીએ રાષ્ટ્રપતિ બાઈડનના નિર્ણયને આવકાર્યો હતો. વધુમાં 2024માં ભારતીય અંતરીક્ષ યાત્રીઓ ISS જશે. તે મામલે પણ જણાવાયું છે.
વધુમાં ભારત અમેરિકાના સંબંધોને નવી ઉંચાઇએ લઇ જશું.જેને વૈશ્વિક અર્થ વ્યવસ્થા માટે પણ બંને દેશોના સંબંધ મહત્વપૂર્ણ હોવાનું પીએમ મોદીએ કહ્યું હતું. વધુમાં અમેરિકા ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. આથી આગામી સમયમાં ભારત અને અમેરિકા ગ્લોબલ ચેઈન તૈયાર કરશે. પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો આતંકવાદ અને કટ્ટરવાદના વિરોધી છે. જેથી આતંકવાદ સામે કડક કાર્યવાહીની પણ આવશક્યતા જણાવી હતી. ક્વાડ અને રશિયા યુક્રેનને લઈને લઈને બંને દેશો વચ્ચે વાતચીત થઈ હોવાનું તથા બંને દોશો વચ્ચે વ્યાપાર સંબંધો વધુ મજબૂત બનશે. તેવું નિવેદન આપ્યું હતું..
#WATCH | We have agreed to join the Artemis Accords. We have taken a long leap in our space cooperation…," says PM Narendra Modi pic.twitter.com/cCoYxFEVXp
— ANI (@ANI) June 22, 2023
આતંકવાદ અને કટ્ટરવાદ સામે ખભે ખભા મિલાવીને લડશે
પત્રકારના સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે મને અચરજ લાગે છે કારણ કે તમે એમ કહ્યું કે લોકો એવું કહે છે જે ભારત એક લોકતાંત્રિક દેશ છે. લોકો કહેતા નથી ભારત લોક તાંત્રિક દેશ જ છે. લોકશાહી આપણો ડીએનએમાં છે, લોકશાહી પર જ જીવીએ છીએ અને તેના પર જ ભારતનું બંધારણ પર ચાલે છે અને સરકાર તેના પર ચાલે છે. જ્યા લોકશાહીમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી. જાતિ, સંપ્રદાય, ધર્મ કે લિંગના આધારે કોઈ ભેદભાવ નથી. વધુમાં કહ્યું કે અમારા દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોની ચર્ચા કરીને વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. હવે ભારત અમેરિકા આતંકવાદ અને કટ્ટરવાદ સામે ખભે ખભા મિલાવીને લડશે.
જો બાઇડને જણાવ્યું હતું કે આરોગ્યસંભાળ, અવકાશ, સ્વચ્છ ઉર્જા અને આબોહવાની કટોકટી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ટેક્નોલોજી, સંરક્ષણ સંબંધો બને વચ્ચે ચર્ચા કરવામાં આવી છે. આ તમામ મુદ્દે ભારત-અમેરિકા આર્થિક સહયોગ વધી રહ્યો છે. બિઝનેસ પર 2 બિલિયન ડોલરથી વધુનું નવું રોકાણ થયું છે. પીએમ મોદી સાથે ખૂબ જ ફળદાયી મુલાકાત થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
Taking 🇮🇳-🇺🇸 ties to greater heights!
Prime Minister @narendramodi and @POTUS @JoeBiden held bilateral talks at the @WhiteHouse. They reviewed the entire spectrum of India-USA ties and discussed ways to further deepen the partnership. pic.twitter.com/cQcSdTp3mk
— PMO India (@PMOIndia) June 22, 2023
વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત, 140 કરોડ લોકોનું સન્માન-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ બાઈડનના સ્વાગત માટે હૃદયથી આભાર માનું છું. રાષ્ટ્રપતિ બાઈડન, મિત્રતા માટે તમારો આભાર. આજે વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત 140 કરોડ ભારતીયોનું સન્માન કરવામાં આવ્યું છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ બાઈડન અને જિલ બાઈડનનો દિલથી આભાર માનું છું. ત્રણ દાયકા પહેલાં જ્યારે હું એક સામાન્ય નાગરિક તરીકે અમેરિકા આવ્યો હતો, ત્યારે મેં વ્હાઈટ હાઉસને માત્ર બહારથી જ જોયું હતું: આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા પહેલી વાર ખોલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બાયડન અને હું ટૂંક સમયમાં ભારત-અમેરિકાના સંબંધો પર ચર્ચા કરીશું. મને વિશ્વાસ છે કે અમારી વાટાઘાટો હંમેશની જેમ સકારાત્મક અને ફળદાયી રહેશે.