અમેરિકી સેનેટે વર્ષ 2023 માટે 850 અબજ ડોલરના ભારે ભરખમ રક્ષા ખરડાને મંજૂરી આપી છે જેમાં તાઈવાનને 10 અબજ ડોલર તો યુક્રેનને 80 કરોડ ડોલરની સુરક્ષા સહાયતાની જોગવાઈ કરવામાં આવી છે.
એક પ્રસિદ્ધ અમેરિકી અખબાર અનુસાર સેનેટરોએ ગઈકાલે રાષ્ટ્રીય રક્ષા ઓથોરિટી એડવાઈઝરી (એનડીએએ) જબદરસ્ત સમર્થનથી પસાર કરી છે. આ એડવાઈઝરના પક્ષમાં 84 મત પડ્યા હતા તો વિરોધમાં 10 મત પડ્યા હતા. જો કે અમુક મતની ગણતરી બાકી રહી ગઈ હતી. પસાર થયેલા ખરડાને હવેરાષ્ટ્રપતિ જો બાઈડેનના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે.
- Advertisement -
સેનેટે આ ખરડા સાથે તાઈવાન એન્હાંસ્ડ રેજિલિએન્સ એક્ટને પણ પસાર કર્યું છે જેમાં તાઈવાનની સુરક્ષા ક્ષમતાઓને આધુનિક બનાવવા માટે 10 અબજ ડોલરની સુરક્ષા સહાયતાની વ્યવસ્થા કરવામાં આવી છે. તાઈવાનની જેમ જ યુક્રેનની સુરક્ષા માટે પણ 80 કરોડ ડોલરની જોગવાઈ કરવામાં આવી છે.
બાઈડેને યુક્રેન માટે 50 કરોડ ડોલરની જોગવાઈ કરી હતી જ્યારે સ્વીકૃત રકમ તેના કરતાં વધુ છે. અમેરિકી રક્ષા ખરડામાં સેના માટે કોવિડ-19 વેક્સિન આદેશને નીરસ્ત કરવા, સૈન્ય વેતન વધારવા અને રશિયા પર પ્રતિબંધ જેવા અનેક પગલાંઓ પણ સામેલ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે તાઈવાન જ્યાં ચીનના આક્રમણના ખતરા સામે ઝઝૂમી રહ્યું છે તો યુક્રેન રશિયાનો સામનો કરી રહ્યું છે. આ બન્ને દેશોને અમેરિકા સતત સૈન્ય મદદ પહોંચાડી રહ્યું છે. નવા વર્ષના રક્ષા ખરડામાં પણ તાઈવાન અને યુક્રેનને મોટી સૈન્ય મદદ પહોંચાડી રહ્યું છે. નવા વર્ષના રક્ષા ખરડામાં પણ તાઈવાન-યુક્રેનને મોટી સૈન્ય મદદ પહોંચાડવાની જોગવાઈ અમેરિકાએ કરી છે.