ઇરાન-અમેરિકામાં સામ-સામા કોર્ટ કેસોથી તણાવ વધ્યો
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.19
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લે તે પહેલા ઇરાને અમેરિકાને મોટો ઝાટકો આપ્યો છે. ઇરાનની કોર્ટે અમેરિકાની સામે ચુકાદો આપતા ઇરાક અને સીરિયામાં અમેરિકા સમર્થિત આતંકવાદી સમૂહો સામે લડતા માર્યા ગયેલા 700 ઇરાની કુટુંબોને અમેરિકાએ 48.36 અબજ ડોલરનું વળતર આપવું પડશે તેમ જણાવ્યું છે. અમેરિકાએ પણ તેની સામે વળતો પ્રહાર કર્યો છે.
ઇરાનના આ કેસના વળતા જવાબ તરીકે અમેરિકામાં રહેતા ઘણા કુટુંબોએ ઇરાન, હમાસ અને હીઝબુલ્લાહ સામે કેસ નોંધાવ્યો છે. બંને કેસમાં સુનાવણી શરૂૂ થઈ ગઈ છે. આના પગલે બંને દેશો સામે પ્રહાર-પ્રતિ પ્રહાર શરૂૂ થશે. સાત ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, તેમાં 1,200થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમા ઘણા અમેરિકન નાગરિક પણ સામેલ હતા.
- Advertisement -
હવે તેના કેટલાક ખાનગી દસ્તાવેજ લીક થયા છે. આ દસ્તાવેજ મુજબ હમાસે ઇઝરાયેલ પર હુમલા પહેલા ઇરાન પાસેથી આર્થિક મદદ લીધી હતી. તેના પછી અમેરિકાના પીડિત કુટુંબોએ ઇરાન અને તેની સાથે જોડાયેલા આતંકવાદી સમૂહો સામે અમેરકાની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પીડિત કુટુંબોએ ઇરાન સામે પુરાવા પણ રજૂ કર્યા છે. ઇરાનની કોર્ટે અમેરિકાએ 48.86 અબજ ડોલરનું વળતર ચૂકવવું જોઈએ તેવો આદેશ આપ્યો છે.
એક અખબારે ઇઝરાયેલી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ટ્રમ્પના નજીકના લોકો ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ શાસન સામે તખ્તો પલટ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેકિશ્ર્યન વિશ્ર્વ માટે ઉદાર ચહેરો છે, પરંતુ ઇરાનના શાસનની ધુરા ખામેનેઈના હાથમાં છે. ખામેનેઈ સતત અમેરિકાને પડકારી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા ઇઝરાયેલમાં શાંતિ સ્થાપિત કરીને ઇરાનની તાકાતને ઘટાડવા માટે આયોજન કરી રહ્યું છે. છેલ્લા કાર્યકાળમાં ટ્રમ્પે ઇરાન સામેની સમજૂતી ખતમ કરી હતી અને તેના પર પ્રતિબંધ લગાવ્યા હતા. ટ્રમ્પે ત્રીજી જાન્યુઆરી 2020ના રોજ જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો. બસ ત્યારથી ઇરાન ટ્રમ્પને કટ્ટર દુશ્ર્મન માને છે. ઇરાનને આર્થિક રીતે તોડવા માટે ટ્રમ્પે પોતાના નવા વહીવટીતંત્રની કેબિનેટમાં ઇરાન વિરોધી લોકોને મોટી જવાબદારી સોંપી છે.
રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ ટ્રમ્પ ઇરાન સામે ેએક્શન મોડમાં જોવા મળી શકે છે. ટ્રમ્પની નવી ટીમ ઇરાન સામે આદેશ તૈયાર કરી રહી છે. અમેરિકા ઇરાનની ઓઇલ નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે તેવી સંભાવના પણ છે.