ટ્રમ્પ વહીવટીતંત્રએ સુપ્રીમ કોર્ટને SNAP લાભો માટે કોર્ટ દ્વારા આદેશિત નાણાં રોકવાની મંજૂરી આપવા જણાવ્યું હતું
ગ્રૂપનું કહેવું છે કે ફૂડ સ્ટેમ્પને ફંડ ન આપવાથી 8માંથી 1 અમેરિકનને નુકસાન થશે
- Advertisement -
અમેરિકામાં લાખો ગરીબ પરિવારો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ નવેમ્બર મહિના માટે મળનારી ફૂડ સહાયતાની અડધી રકમ રોકી દીધી છે અને હવે સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને કામચલાઉ મંજૂરી આપી દીધી છે. આ રાહત સપ્લિમેન્ટલ ન્યુટ્રીશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP) હેઠળ આપવામાં આવે છે, જેનાથી લગભગ 4.2 કરોડ અમેરિકન્સને દર મહિને ખાવાનો સામાન મળે છે.
સરકારમાં ચાલી રહેલા શટડાઉનના કારણે ફંડની અછત
વાસ્તવમાં સરકારમાં ચાલી રહેલા શટડાઉનના કારણે ફંડની અછત જણાવવામાં આવી રહી છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે હાલમાં માત્ર 4.65 અબજ ડોલરનું આંશિક ફંડિંગ જ શક્ય છે, જ્યારે પ્રોગ્રામના સંપૂર્ણ ફંડિંગ માટે લગભગ 9 અબજ ડોલરની જરૂર પડે છે.
- Advertisement -
કોર્ટે વહીવટને સ્થિતિ સંભાળવા માટે થોડો સમય આપ્યો
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેતાનજી બ્રાઉન જેક્સને કહ્યું કે, આ આદેશ માત્ર ત્યાં સુધી જ અમલમાં રહેશે જ્યાં સુધી નીચલી અદાલત આ મામલે નિર્ણય ન આપે. કોર્ટે કહ્યું કે વહીવટને સ્થિતિ સંભાળવા માટે થોડો સમય આપવામાં આવી રહ્યો છે.
સરકાર ગરીબોને મળતી સહાય રોકીને રાજકીય રમત રમી રહી
આ પહેલા રોડ આઈલેન્ડના એક જજ જોન મેકકોનેલે સરકારને તાત્કાલિક સંપૂર્ણ રકમ જારી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર ગરીબોને મળતી સહાય રોકીને રાજકીય રમત રમી રહી છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા કહ્યું હતું કે, ‘નીચલી અદાલતનો આદેશ શટડાઉનની અરાજકતાને વધુ વધારશે.’ સરકારના આ વલણની ટીકા પણ થઈ છે. ડેમોક્રેસી ફોરવર્ડ નામના સંગઠને કોર્ટમાં કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્ર ગરીબ અમેરિકનોના જીવન ખિલવાડ કરી રહ્યું છે.
કરોડો અમેરિકન્સને ખાવાના ફાંફા પડશે
હાલમાં કોર્ટે વહીવટીતંત્રને રાહત આપી છે, પરંતુ આની સીધી અસર એ પરિવારો પર પડશે જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આ માસિક સહાય પર આધાર રાખે છે. હવે આગળનો નિર્ણય ફર્સ્ટ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ કરશે કે ટ્રમ્પ વહીવટીતંત્રએ સંપૂર્ણ SNAP રકમ આપવાની રહેશે કે નહીં.
બીજી તરફ ગરીબ વર્ગમાં ચિંતા છે કે જો ફંડિંગ સમયસર નહીં મળશે તો કરોડો લોકોને ખાવાના ફાંફા પડી શકે છે.




