– 2 જ દિવસમાં G20 સમિટને લઇ આવવાના હતા ભારતના પ્રવાસે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની પત્ની જીલ બાયડનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
- Advertisement -
અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થઈ છે. આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે બાયડનની 72 વર્ષીય પત્નીને ગયા વર્ષે ઓગસ્ટમાં પણ કોરોના સંક્રમિત થઈ હતી.
🚨 BREAKING First Lady Jill Biden has tested positive for COVID-19 this evening.
I hope you will join me in sending her warm wishes, positive vibes and prayers!
- Advertisement -
Get well soon Dr. B! 🙏 pic.twitter.com/2s9pnO6nng
— Chris D. Jackson (@ChrisDJackson) September 5, 2023
રાષ્ટ્રપતિ બાયડનનું ચેકઅપ થશે
જીલ બાયડનના પ્રવક્તા એલિઝાબેથ એલેક્ઝાન્ડરે એક નિવેદનમાં કહ્યું, – સાંજે ફર્સ્ટ લેડીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં ડેલવેરના રેહોબોથ બીચમાં તેના ઘરે રહેશે.’ રાષ્ટ્રપતિ બાયડન સોમવારે સાંજે ડેલાવેરથી એકલા વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું, ‘ફર્સ્ટ લેડીના કોવિડ-19ના પોઝિટિવ ટેસ્ટ બાદ બાયડનનો પણ સોમવારે સાંજે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ આ અઠવાડિયે રૂટીન ચેકઅપ કરાવશે.
રાષ્ટ્રપતિ જો બાયડનની પીએમ મોદી સાથે મુલાકાત
તેમની પત્ની જીલ બાયડન કોવિડ પોઝિટિવ હોવા છતાં વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શિડ્યુલ મુજબ કોન્ફરન્સમાં હાજરી આપશે. બાયડન 7 સપ્ટેમ્બરે ભારત જવા રવાના થશે. તેઓ 8 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
Please join me in wishing First Lady Jill Biden a speedy recovery as she has tested positive for Covid-19. The whole country is rooting for her💙 pic.twitter.com/sp5aJmEtR5
— Harry Sisson (@harryjsisson) September 5, 2023
કોવિડ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 19 ટકાનો વધારો.
દરમિયાન, અમેરિકાની કોવિડ હોસ્પિટલોમાં એક સપ્તાહમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 19 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, કોવિડને કારણે મૃત્યુમાં 21 ટકાથી વધુનો વધારો થયો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના નવીનતમ ડેટા અનુસાર, એક અઠવાડિયામાં 10,000 લોકોને કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેટલીક શાળાઓ, હોસ્પિટલો અને વ્યવસાયોમાં લોકોને ફરીથી માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે.