અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે. તમને જણાવી દઈએ કે આ વખતે જી-20 સંમેલન ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે. ત્યારે ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને 22 ઓગસ્ટ 2023 ને મંગળવારે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે આ વખતે જી-20 સંમેલન ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.
- Advertisement -
રાષ્ટ્રપતિ બાઈડને ભારતમાં રહીને કરશે દ્વિપક્ષીય બેઠકઃ સુલિવન
વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન 20 દેશોનાં સમૂહ જી-20 નાં સંમેલનમાં ભાગ લેવા માટે તા. 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારત આવશે. તેમજ વધુમાં સુલિવને કહ્યું હતું કે, બાઈડન ભારતમાં રહીને જ દ્વિપક્ષીય પેઠક કરશે. પરંતું તેઓએ આ બેઠક બાબતે વધુ વિગત આપી ન હતી.
આવતા મહિને સપ્ટેમ્બરમાં યોજાશે જી-20 સંમેલન
જી-20 સંમેલન આવતા મહિને સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાની છે. જી-20 અથવા ગ્રુપ ઓફ ટ્વેન્ટી દુનિયાની 20 મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું એક મંચ છે. જેને તે આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે મુખ્યમંચ બનાવે છે.