અમેરિકામાં નોકરી માટે અપાતા એચવનબી વિસા ભવિષ્યમાં આ દેશમાં કાયમી વસવાટ માટેની ગ્રીનકાર્ડ પણ બની જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આ સંકેત આપતા ક્યું કે હું સંસદને આ અંગે વિનંતી કરીશ કે એચવન-બી વિસાધારકને નાગરિકોની કાનુની રીતે દેશની નાગરિકતા મળે. હાલ અમેરિકામાં ગેરકાનુની રીતે ઘુસતા નાગરિકોને આ પ્રકારે યોગ્યતાના આધારે નાગરિકતા આપવા માટેના નિયમો પર વિચારણા ચાલુ છે.
બાઈડને કહ્યું કે, અમેરિકાની નાગરિકતાના સ્વપ્ન જોતા એવા લાખો અપ્રવાસી જે અહી અસ્થાયી રૂપે રહે છે અને કૃષિ સહિતના ક્ષેત્રે કામ કરે છે અને તેના અધિકારોનું રક્ષણ કરવાનો આપણું કર્તવ્ય છે.
- Advertisement -
અનેક લોકો બાળકો સાથે આવે છે અને આ પ્રકારે લાખો લોકો આશા લગાવીને બેઠા છે અને જેઓ એચવન-બી વિસાના મારફત અમેરિકા આવ્યા છે અને વર્ષોથી ગ્રીનકાર્ડની રાહ જુએ છે. તેઓને આજીવન નાગરિકતા આપવાના પ્રસ્તાવ હું સંસદને કરીશ.